Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડાની મધ્યપ્રદેશને જોડતી મિનાકયાર બોર્ડર પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ:મધ્યપ્રદેશના 25થી 30 દર્દીઓને રોજ સારવાર આપતું આરોગ્યતંત્ર

ગરબાડાની મધ્યપ્રદેશને જોડતી મિનાકયાર બોર્ડર પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ:મધ્યપ્રદેશના 25થી 30 દર્દીઓને રોજ સારવાર આપતું આરોગ્યતંત્ર

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડાની મધ્યપ્રદેશ ને જોડતી મિનાકયાર બોર્ડર પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા લોકડાઉન નો ચુસ્તપણે અમલ,આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીનાક્યાંર બોર્ડર પર મધ્યપ્રદેશના 25થી 30 દર્દીઓને રોજ સારવાર,અત્યાર સુધીમાં 300થી વધુ દર્દીઓની સારવાર, ખાસ ઈમરજન્સી હોય તો જ પેશન્ટને એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનોમાં સારવાર માટે દાહોદ જવા દેવાય છે.

ગરબાડા તા.07

કોરોનાવાયરસ ના પગલે સમગ્ર દેશભરમાં લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ તંત્ર દ્વારા લોક ડાઉનલોડ નો ભંગ કરનાર વ્યક્તિ પર કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે આવા સમયમાં ગરબાડા થી માત્ર ત્રણ-ચાર કિલોમીટર દૂર આવેલ મધ્યપ્રદેશ સાસન ને જોડતી મિનાકયાર બોર્ડર ઉપર તંત્ર દ્વારા પોલીસની ટીમ ની સાથે આરોગ્યની ટીમ પણ ગોઠવવામાં આવી હતી જેથી કરી લોક ડાઉન નો ભંગ ન થાય અને એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં લોકો કામ વગર જઈ ન શકે અને તેનો ચુસ્ત પણે અમલ થાય જે બાબતે ગરબાડા તાલુકાના મિનાકયાર પીએચસીના સીએચઓ દિક્ષિતા બેન તથા એમ.પી. એ એચ.ડબલ્યુ સ્ટાફ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેઓની ટીમ દ્વારા મધ્યપ્રદેશથી ગુજરાતના દાહોદમાં સારવાર માટે જતા રોજના ૨૫ થી ૩૦ દર્દીઓને બોર્ડર ઉપર જ સારવાર આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતું અત્યાર સુધીમાં તેઓની ટીમ દ્વારા 300 થી વધુ જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી છે જેમાં તાવ શરદી ખાંસી દુખાવાના પેશન્ટ હોય છે જોકે ખુબજ ઈમરજન્સી હોય તો જ એમ્બ્યુલન્સ અથવા ખાનગી વાહનમાં ચકાસણી કર્યા બાદ જ તેઓને ત્યાંથી પસાર થવા દેવામાં આવે છે ખરેખર આરોગ્ય અને પોલીસ વિભાગની કામગીરી પ્રશંસનીય અને કાબિલે તારીફ છે.

error: Content is protected !!