Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડામા છ વર્ષીય બાળકી જોડે “રેપ વીથ મર્ડર “ના આરોપી વિધર્મી મામાને ફાંસીની સજાની માંગ સાથે ગરબાડાના ધારાસભ્યે રેલી કાઢી મામલતદારશ્રી ને આવેદન પાઠવ્યું

ગરબાડામા છ વર્ષીય બાળકી જોડે “રેપ વીથ મર્ડર “ના આરોપી વિધર્મી મામાને  ફાંસીની સજાની માંગ સાથે ગરબાડાના ધારાસભ્યે રેલી કાઢી મામલતદારશ્રી ને આવેદન પાઠવ્યું

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.૦૭
બહુચર્ચિત ઘટના એવી દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં કૌટુમ્બીક મામા એ ૬ વર્ષીય માસુમ બાળા ઉપર પાશવી બળાત્કાર ગુજારી તેનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ સમગ્ર ગરબાડા નગર સહિત દાહોદ જિલ્લામાં ખળભળાટ સાથે આ નરાધમ કૌટુમ્બીક મામા સામે લોકોનો તેમજ પરિવારજનોનો ઉગ્ર આક્રોશ ફેલાવા પામ્યો છે. આવા સમયે આ સમગ્ર મામલે ગરબાડા ૧૩૩ના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા સહિત કોંગ્રેસની મહિલા કાર્યકરો સાથે સાથે ગરબાડા નગરની મહિલાઓ એકત્રી થઈ હાથમાં બેનરો સાથે આરોપીને ફાંસીની સજાની માંગણી કરી, સુત્રોચ્ચાર કરી, ફાસ્ટટ્રેક કોર્ટમાં ત્વરીત ન્યાની અને માંગણી અને ફાંસીની સજા કરવામાં આવે તેવી રજુઆત સાથે ગરબાડા નગરમાં રેલી કાઢી ગરબાડાના મામલતદારને આવેદન પત્ર આપ્યું હતુ.
તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં કૌટુમ્બીક મામાએ ૬ વર્ષીય બાળા પર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી તેની લાશ જંગલ જેવા વિસ્તારમાં ફેંકી દીધી હતી. આ ઘટના બાદ આરોપી કૌટુમ્બીક મામાની પોલીસે ધરપકડ કરતાં આ સમગ્ર મામલો ગરબાડા નગર સહિત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચાવી મુક્યો હતો. આ બનાવ બાદ આરોપી સામે ગ્રામજનોનો તેમજ પરિવારજનોનો આક્રોશ પણ ફેલાવા પામ્યો હતો અને તેને ફાંસીની સજા થાય તેવી લાગણી અને માંગણી પણ ઉઠવા પામી હતી. આ દરમ્યાન આજરોદ ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તથા મહિલા કાર્યકરો સાથે ગરબાડા નગરની મહિલાઓએ નગરમાં એક રેલીનું આયોજન કર્યું હતુ અને આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ રેલી ગરબાડા નગરમાં ફરી ગરબાડા મામલતદાર કચેરીએ પહોંચી હતી જ્યા મામલદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતુ કે, આ ઘટનાથી સમગ્ર ગરબાડા નગરમાં શોકની લાગણી અને ગમગીની વાતાવરણ છવાઈ ગયેલ છે. આ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી સમાજની દિકરીને ન્યાય મળી રહે અને ફાસ્ટ્રેક કોર્ટમાં ત્વરીત ફાંસીની સજા થાય જેથી આવી ઘટના ફરી ન બને. આમ, રજુઆત સાથે મામલદારને આવેદનપત્ર સુપરત કર્યું હતુ.
———————————————————————

error: Content is protected !!