Thursday, 21/11/2024
Dark Mode

સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્રનો મામલો:કટોકટીના સમયમાં ગેરહાજર ડોક્ટરને ફરજ મોકૂફ કરતા જિલ્લા વિકાસ અધિકારી

સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્રનો મામલો:કટોકટીના સમયમાં  ગેરહાજર ડોક્ટરને ફરજ મોકૂફ કરતા જિલ્લા વિકાસ અધિકારી

જીગ્નેશ બારીયા @ દાહોદ,હિતેશ કલાલ @ સુખસર 

સુખસર તા.06

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર સામુહિક આરોગ્યે કેન્દ્ર ખાતે આજે જિલ્લા સમાહર્તાશ્રીની ઓચિંતી મુલાકાત દરમિયાન બહાર આવેલી મેડિકલ વેસ્ટની વિગતો અંગે અધિક્ષકને કલેકટરશ્રીએ બહાર પડેલા મેડિકલ વેસ્ટ માટે તતડાવ્યા હતા.તેમજ તાત્કાલિક જો આ કચરો સાફ નહીં કરશો તો પોલીસ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.એ જ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વધુ તપાસના અંતે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બોન્ડેડ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. કે આર કટારા ગેરહાજર માલુમ પડતા કલેકટર ચોકી ઉઠયા હતા.ગેરહાજર વર્ગ-૨ ના તબીબની વધુ પૂછપરછ કરતાં તેઓ ગત તારીખ 30 થી ફરજ ઉપર ના આવતા હોવાનું જાણવા મળ્યું હતું આ કટોકટીના કારણે અને સરકારના જાહેરનામાં તેમજ એસેન્સિયલ સર્વિસમાં આ તબીબનો સમાવેશ થયો હોવા છતાં અનધિકૃત રીતે ગેરહાજર હોવાનું માલૂમ પડતાં જિલ્લા સમાહર્તા શ્રી વિજય ખરાડીએ જે તે સંબંધિત ખાતામાં રજૂઆત કરી આ ગંભીરતા અંગે ધ્યાન દોરતા સુખસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર કે આર કટારાને તાત્કાલિક અસરથી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ફરજ મોકુફીનો હુકમ બજાવતા જિલ્લામાં અને તબીબી આલમમાં એક પ્રકારનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

error: Content is protected !!