દેવગઢબારિયાના કાપડી વિસ્તારમાં આવેલી પ્રાથમિક સ્કુલમાં તસ્કરોએ ત્રાટક્યા,હતા.તસ્કરોએ પ્રોજેક્ટર, સીલિંગ ફેન મળી કુલ 37 હજાર રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી નાસી છુટતા પોલિસે ઉપરોક્ત સંબંધે ગુનો દાખલ કર્યું હોવાનું જાણવા મળેલ છે.
દે.બારીયા તાલુકામાં પોલિસ દ્વારા લોકડાઉનના ચુસ્તપણે અમલવારી માટે આસપાસની સરહદો સીલ કરી નાકાબંદી ગોઠવી રાઉન્ડ ધ ક્લોક ડ્રોન કેમેરાથી, ફૂટ પેટ્રોલિંગ તેમજ ક્રોસ પેટ્રોલિંગ કરી,રહ્યા છે.ત્યારે આવા જડબેસલાક બંદોબસ્તની વચ્ચે ગતરોજ બારીયા નગરના કાપડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ બાળકો ને શિક્ષણ આપવા માટે સરકારશ્રી.તરફ આપવામાં આવેલ 33, 000 હજાર કિંમતનું પ્રોજેક્ટર અને 4000 હજાર કિંમતના સિલીગં ફેન ( પંખા ) નગં 4 કુલ ૩૭ હજારની માલમત્તા પર હાથફેરો કરી બિન્દાસપણે નાસી છૂટ્યા હતા આ.
આ મામલે શાળાના આચાર્ય દ્વારા દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.