Thursday, 21/11/2024
Dark Mode

લોકડાઉનના કપરાકાળની પરિસ્થિતિ:નીચલા-મધ્યમવર્ગમાં “પૈસા”ની સાથે “ધીરજ” ખુટવાનું શરૂ

લોકડાઉનના કપરાકાળની પરિસ્થિતિ:નીચલા-મધ્યમવર્ગમાં “પૈસા”ની સાથે “ધીરજ” ખુટવાનું શરૂ

 જીગ્નેશ બારીયા @ દાહોદ

સ્પેશિયલ સ્ટોરી ઓફ ધ ડે 

લોકડાઉનની કપરાકાળની પરિસ્થતિ  દાહોદ જિલ્લામાં નીચલા – મધ્યમવર્ગમાં પૈસાની સાથે ધીરજ ખુટવાનું શરૂ,લોકડાઉનના કપરા કાળમાં ગરીબ તેમજ અંત્યોદય લોકોને રેશનિંગથી માંડી રોકડ સહાય પણ સરકાર દ્વારા મળી, પરંતુ  નાનો નોકરીયાત વર્ગ, રીક્ષા ચાલકો, રેકડી ચાલકો, બાંધકામ સાઈટ પર મજુરી કરતો વર્ગ, પ્લમ્બર, ઈલેક્ટ્રીશીયન, દુકાનોમાં કામ કરતાં કામદારો, રોજમદારો, કારીગરો, કમીશન એજન્ટો સહીતના નીચલા  તેમજ મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી, લોકડાઉનમાં છૂટછાટ માં ઉપરોક્ત નાના વેપારી સામે જોઈ વહીવટી તંત્ર દ્વારા નીચલા તેમજ મધ્યમ વર્ગના હિતોને ધ્યાનમાં રાખી આંશિક રાહત આપે તેવી લાગણી તેમજ માંગણી 

દાહોદ તા.૦૩

લોકડાઉન હજી ૧૭મી મે સુધી લંબાવવાનો સરકારના નિર્ણય સાથે નિચલા તેમજ મધ્યમ વર્ગની હાલત હવે કફોડી બનવા પામ્યી છે. લોકડાઉન ૦.૨ પુર્ણ થઈ થયો છે ત્યારે ત્રીજા તબક્કાની લોકડાઉનની શરૂઆત થઈ રહી છે. આવા સમયે દાહોદ કલેક્ટર દ્વારા અર્થતંત્રને વેગ આપવા તેમજ લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખી કેટલી છુટછાટો આપશે તેની સૌ શહેર સહિત જિલ્લાવાસીઓ મીટ માંડી બેઠા છે ત્યારે આવા લોકડાઉનના કપરા કાળમાં ગરીબ લોકોને તો સરકાર દ્વારા તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરી આવશ્યક ચીજાની રાહત સામગ્રી આપવામાં આવી રહી છે પરંતુ નીચલા અને મધ્યમવર્ગની આવા સમયે હાલત ઈધર કુવા ઈધર ખાઈ જેવી હાલત નિર્માણ પામી છે. કારણ કે, ઘણા મધ્યમવર્ગીય લોકો માન સન્માનના કારણે સરકાર દ્વારા અપાતી સહાયની રાશન તેમજ જીવન જરૂરીયાતનો ચીજવસ્તુઓ લેતા પણ શરમ અનુભવતા હોય છે ત્યારે નીચલા અને મધ્યમવર્ગ માટે કહેવાય છે કે, પૈસા અને ધીરજ બંન્ને ખુટી જવાનું ચીત્ર ઉપસી રહ્યું છે. જા આવનાર સમયમાં જારી રખાશે તો લોકો કામધંધા અને અનાજ માટે રસ્તા પર આવીને દેખાવો કરવા લાગે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોના મહામારીનો વ્યાપ વધતા લોકડાઉનના બે તબક્કા પુર્ણ થતા અને હવે હાલ લોકડાઉન ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યાે છે. આ સમયગાળામાં સરકારે વિવિધ વર્ગને રેશનીંગના અનાજથી લઈ રોકડથી સહાય પહોંચાડવાનો પ્રયાસ કર્યાે છે તેમ છતાં નાનો નોકરીયાત વર્ગ, રીક્ષા ચાલકો, રેકડી ચાલકો, બાંધકામ સાઈટ પર મજુરી કરતો વર્ગ, પ્લમ્બર, ઈલેક્ટ્રીશીયન, દુકાનોમાં કામ કરતાં કામદારો, રોજમદારો, કારીગરો, કમીશન એજન્ટો સહિત એવો વિશાળ વર્ગ છે જેઓના પાસે હવે પૈસા અને ધીરજ બંન્ને ખુટી રહ્યા છે.  ખેડુતોના એકાઉન્ટોમાં પૈસા નખાયા બાદ એપીએમસીમાં પણ કામકાજ શરૂ થયું છે તો અતિગરીબ અને અત્યોદય વર્ગને રેશનીંગનું બે વખત વિના મુલ્યે અને ૧ હજાર રૂપીયા પણ સરકાર દ્વારા અપાયા છે પરંતુ તે સિવાયના દાહોદ શહેર સહિત જિલ્લામાં વસવાટ કરતાં લાખ્ખો લોકો એવા છે જેઓની હાલત કફોડી બની છે અને કંઈક બોલી શકે અને કે કોઈકની સમક્ષ હાથ લંબાવવો પણ મુશ્કેલ છે તેના કારણે જિલ્લાભરમાં કેટલાક સ્થળેથી આવી તસ્વીરો જાવા મળી રહી છે કે લોકો કોરોનાના કારણે સંક્રમીત થવાનો ખતરો હોવા છતાં લોકડાઉનના કપરાકાળમાં વેપાર વ્યવસાય માટે બહાર નીકળી રહ્યા છે. હાલ લોકડાઉન ૨ નો તબક્કો પુર્ણ થતાં અગાઉ કલેક્ટર દ્વારા બહાર પાડેલા જાહેરનામા આજરોજ પુર્ણ થતાં હવે નવેસરથી વેપારમાં કેટલી છુટ આપવામા આવશે,કેટલા રોજગાર ધંધાઓ ચાલુ રાખવામાં આવશે વિગેરે રોજગારલક્ષી જાહેરાત પર દાહોદ જિલ્લાવાસીઓની ચાતક નજરે રાહ જાઈ રહ્યા છે. દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા નીચલા તેમજ મધ્યમવર્ગના હિતને ધ્યાનમાં રાખી તેઓના રોજગાર ધંધાને ચાલુ કરવામાં આવે તેવી દાહોદ જિલ્લાવાસીઓમાં લાગણી અને માંગણી ઉઠવા પામી છે.—————————————————-

error: Content is protected !!