Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડાના પાંચવાડા શેલ્ટરહોમના શરણાર્થીઓને વહીવટીતંત્રે વાળંદની સુવિધા પુરી પાડી

ગરબાડાના પાંચવાડા શેલ્ટરહોમના શરણાર્થીઓને વહીવટીતંત્રે વાળંદની સુવિધા પુરી પાડી

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડાના સેલ્ટર હાઉસમાં રાખેલા પર પ્રાંતીય લોકો દ્વારા સુવિધાની માંગણી કરતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વાળંદની સુવિધા પણ અપાઇ

ગરબાડા તા.04

દાહોદ પોલીસે લોકડાઉન દરમિયાન પોતાના વતન ભણી માઈગ્રેશન કરતા 300 જેટલા ગ્વાલિયર અને યુપીના લોકોને  અટકાવ્યા હતા.અને તમામ પરપ્રાંતીય લોકોને ગરબાડા મામલતદારને સોપાયા હતા જે પૈકી સૌ ઉપરાંત લોકોને પાંચવાડા આશ્રમશાળા ખાતે જ્યારે બાકી પરપ્રાંતીય લોકોને નાના ગાંગરડા આશ્રમશાળા ખાતે ના ઉભા કરાયેલા હંગામી શેલ્ટર હાઉસમાં રાખવામાં આવ્યા હતા.મામલતદારની ટીમ દ્વારા તમામ લોકોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી.તેમજ સેલટર હાઉસમાં રહેતા આ તમામ લોકો માટે વાળંદની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

error: Content is protected !!