ચેત્રી મહિનાની નોમના દિવસે પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જન્મજયંતિ નિમિત્તે શહેર સહીત જિલ્લામાં ઠેર-ઠેર હોમ હવન કરી મહાપ્રસાદી તેમજ ભંડારાઓનું આયોજન થાય છે. ત્યારે શહેરમાં રામયાત્રા સમિતિ દ્વારા દાહોદ શહેરમાં ભવ્ય રામયાત્રાનો આયોજન કરવામાં આવે છે.આ વખતે વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવતા વિશ્વના કેટલાય દેશોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યો છે.ભારતમાં પણ કોરોનારૂપી રાક્ષસે આતંક મચાવતા સમગ્ર ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.આ લોકડાઉનના પગલે કેટલાય ઉત્સવો તેમજ તહેવારોને મોકૂફ રાખવાની નોબત આવી પડી છે.ત્યારે દાહોદ શહેર સહીત જિલ્લાભરના લોકોએ મર્યાદામાં રહીને સરકારશ્રીના આદેશોનું પાલન કરીને લોકડાઉનને સફળ બનાવવાના આહ્વાનને એક સાથે ઉપાડી લઇ તમામ લોકોએ રામનવમીના પાવન પર્વ પર લોકોએ પોતાના ઘરે જ ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરી સામૂહિક રીતે પોતાના ઘરે દીવા કરી આ મહામારીને હરાવવા માટે જે સંકલ્પ કર્યો છે.તે ખુબ જ આવકાર્ય છે.નગરજનોના સહિયારા સંકલ્પ બળને સાર્થકતા આપવા માટે સૌએ પોતપોતાના ઘરે દીપ પ્રજલવિત કરી ભગવાન શ્રીરામની કૃપા ભારત દેશમાથી કોરોનરૂપી રાક્ષસનો વધ થશે તેવી મનોકામના કરી હતી.