
જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.03
દાહોદ જિલ્લા જ્યુડીશલી વિભાગના તમામ જજોએ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં પોતાના સ્વખર્ચે અઢીસો કરતાં પણ વધુ કીટ તૈયાર કરી અને સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સ્વયં પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ કિટમાં મુકવામાં આવેલ સીધુ સામાન પણ વિવિધ જજોએ સ્વયં ખરીદ તેઓના જજીસ બંગલાના કમ્પાઉન્ડમાં પરિવાર સહિત જાતે જ કીટ બનાવી અને આ સેવાયજ્ઞ આરંભ કર્યો છે
દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં રેલવે બોર્ડ ની હદમાં બસેલા વિચરતી જાતિના કેટલાક ચોક્કસ લોકોને કે જેઓને આપણે ધમ ખુટીયા તરીકે પણ ઓળખે છે તેવા લોકોને આ કિટ જિલ્લા ન્યાયધીશ સહિતના તમામ જજોએ સ્વયં આપી હતી.તો અન્ય રાહત સામગ્રીની કીટો જિલ્લામાં જ્યાં જરૂર જણાય ત્યાં આપવાનું નક્કી કરી પોતાના વાહનોમાં જિલ્લાનું ભ્રમણ કરવા નીકળી પડ્યા છે.તેઓના જણાવ્યા અનુસાર જ્યાં પણ જરૂર પડે ત્યાં અથવા રસ્તામાં જ્યાં જરૂર જણાય જે પણ કોઈ એવો વ્યક્તિ મળે એને આ ટિકિટ આપવાનું જણાવ્યું છેસમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે.ત્યારે ભારતમાં લોક ડાઉનના પગલે જનજીવન ઠપ થવા પામ્યો છે. રોજ કમાઇને રોજ ખાતા ગરીબ પરિવારોને નિર્વાહ માટે વસુદેવ કુટુંબકમની ભાવના ઠેરઠેર ચરિતાર્થ થતી જોવા મળી રહી છે.એવા સમયે ગુજરાત હાઈકોર્ટની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના મહેરબાન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મેડમ આર.એમ.વોરા અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ શ્રી એફ.આઈ.ગોરાણીયાની આગેવાની હેઠળ ન્યાયધીશની ટીમોએ આજે સ્વયં સ્વખર્ચે તેમના પરિવારની સહાયથી કીટ તૈયાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.મહેરબાન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની આગેવાની હેઠળ તમામ જજોની ટીમ દ્વારા દાહોદ હેડક્વાર્ટર તેમજ આજુબાજુનાં ગામડામાં આ કીટનું વિતરણ કરનાર છે.આજે પ્રારંભિક દાહોદના અતિ સ્લમ વિસ્તારમાં કે જ્યાં જરૂરી સહાય પહોંચી નથી એવા લોકોને ચોખા ખાંડ તેલ ચા સાબુ દાળ ગોળ બટાકા ડુંગળી મરચું હળદર મીઠું વિગેરે જરૂરિયાતની ચીજવસ્તુઓ મૂકીને તૈયાર કરાયેલી કિટ આપવામાં આવી હતી