Wednesday, 04/12/2024
Dark Mode

ગરબાડાના પાંચવાડા શેલ્ટરહોમમાં શરણાર્થીઓએ મામલતદાર,તેમજ પોલિસટીમ પર કર્યો પથ્થરમારો:વાહનમાં તોડફોડ,એક મહિલા કર્મી ઈજાગ્રસ્ત

ગરબાડાના પાંચવાડા શેલ્ટરહોમમાં શરણાર્થીઓએ મામલતદાર,તેમજ પોલિસટીમ પર કર્યો પથ્થરમારો:વાહનમાં તોડફોડ,એક મહિલા કર્મી ઈજાગ્રસ્ત

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તાલુકાના પાંચવાડાના શેલ્ટર હોમમાં રાખેલ ૧૦૪ જેટલા પરપ્રાંતિય લોકોએ તેમના વતનમાં જવા માટે પોલીસ સહિત મામલતદારની ટીમ ઉપર કર્યો પત્થર મારો, શેલ્ટર હોમના ઇન્ચાર્જ ખુશ્બુબેનને ઇજા તેમની એક્ટિવાને નુકશાન તથા આશ્રમ શાળાના ગર્ડને પણ નુકશાન.

ગરબાડા તા.03

હાલમાં કોરોનાવાયરસને લઈને સમગ્ર દેશભરમાં ભયના માહોલ સાથે અફડાતફડી મચી જવા પામી છે.આવા સમયમાં ધંધા રોજગારી માટે વતનથી દૂર રહેતાં અનેક લોકો વતનમાં જવા માટે પડાપડી કરી રહ્યા છે.આવા સમયમાં વતનમાં જતા ગ્વાલિયર અને યુપીના આવા 300 જેટલા લોકોને દાહોદ પોલીસે તારીખ ૩૧ મીના રોજ પકડ્યા હતા.અને જે તમામને ગરબાડા મામલતદાર મયંક પટેલ, હાર્દિક જોષીને સોંપવામાં આવ્યા હતા.જેથી ગરબાડા મામલતદાર ટીમ દ્વારા સૌથી પહેલા આરોગ્ય વિભાગની મદદ લઇ આ તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને પાંચવાડા આશ્રમ શાળા તથા ગાંગરડા આશ્રમશાળામાં રહેવા માટેની સુવિધા આપવામાં આવી હતી. જે પૈકીના પાંચવાડા શેલ્ટર હોમમાં રાખેલા ૧૦૪ જેટલા લોકો કે જેઓને સ્થાનિક તંત્ર દ્વારા ખાવાપીવાથી લઈને જીવન જરૂરિયાતની નાનીમોટી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી હોવા છતાં પોતાના વતનમાં જવા માટે તેઓ દરરોજ દરેક વસ્તુમાં વાંધા વચકા કરી રહ્યા છે અને તંત્રને હેરાન કરી રહ્યા છે. જમવાનું નથી ફાવતું, ગાદલાં ફાડી નાંખી ફરિયાદ કરવામાં આવે છે. તેમજ યેનકેન પ્રકારે તંત્રને હેરાન કરે છે. આજ તારીખ.૦૩/૦૪/૨૦૨૦ ના રોજ બપોરના એક થી દોઢ વાગ્યાના અરસામાં આ પરપ્રાંતિય લોકોએ જમવા માટે આનાકાની કરતાં તેઓને સમજાવવા માટે ગરબાડા પીએસઆઇ પી.કે.જાદવ, મામલતદાર મયંક પટેલ તેઓને સમજાવવા ગયેલ તેમ છતાં ન માનતા ડીવાયએસપી કલ્પેશ ચાવડા પણ સ્થળ ઉપર આવી ગયા હતા.તેઓ દ્વારા પણ સમજાવટ છતાં પણ આ પરપ્રાંતિયો માન્ય ન હતા.તથા ડીવાયએસપી સહિત મામલતદારની ટીમ ઉપર ઉશ્કેરાઇ જઈ પત્થર મારો કર્યો હતો.જેમાં શેલ્ટર હોમમાં ઇન્ચાર્જ ખુશ્બુબેનને ડાબા હાથેઇજા થઈ હતી. તેમજ તેમની અકટીવા ગાડીને પણ નુકશાન થયુ હતુ. તો જ્યાં આ પરપ્રાંતિયોને રાખવામા આવ્યા હતા તે ગર્ડનને પણ નુકશાન પહોચડવામાં પણ તેઓએ કચાસ રાખી ન હતી. જો કે સદ નસીબે પત્થર મારાની આ ઘટનામાં અન્ય કોઈ અધિકારીને ઇજા થઈ ન હતી. ખરેખર તો તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પડ્યા બાદ પણ આ પરપ્રાંતીયો દ્વારા તંત્ર સાથે આ રીત નું ખરાબ વર્તન કરવામાં આવતું હોવાના કારણે આ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇયે તેવી લોકોની લાગણી તેમજ માંગણી છે.ગરબાડાના પાંચવાડા શેલ્ટરહોમમાં શરણાર્થીઓએ મામલતદાર,તેમજ પોલિસટીમ પર કર્યો પથ્થરમારો:વાહનમાં તોડફોડ,એક મહિલા કર્મી ઈજાગ્રસ્ત

error: Content is protected !!