દાહોદ શહેરમાં અત્યાર સુધી કોરોનાના પોઝીટીવના કુલ 4 કેસ નોંધાવા પામ્યા હતા જે પૈકી 3 દર્દીઓ કોરોનમુક્ત થતાં તેઓને હોસ્પિટલથી રજા મળી ગઈ હતી.કોરોનમુક્ત તરફ પ્રયાણ કરી રહેલા દાહોદમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વધુમાં મળતી માહિતી મુજબ દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ જુના વણકરવાસમાં રહેતા સરફરાઝ જાફર કુરેશી નામના 44 વર્ષના ઈસમ પોતાના અન્ય કુટુંબીઓ સાથે ગત.તારીખ 20મી માર્ચના રોજ લગ્ન સમારંભમાં હાજરી આપવા મધ્ય પ્રદેશના નીમચ ખાતે ગયા હતા.તે બાદ 22 માર્ચથી લોકડાઉન અમલમાં આવ્યુ hatu1પરંતુ તાજેતરમાં જ ત્રણ દિવસ પહેલા એટલે કે તારીખ 29.04.2020 ના રોજ તેઓ સવારના 11વાગ્યાના સુમારે દાહોદ ખાતે મેડિકલ ઇમર્જન્સીનું કારણ ધરી દાહોદ પરત આવ્યા હતા.ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 30 મી એપ્રિલના રોજ તેના પરિવારના બે સેમ્પલ કલેક્ટ કર્યા હતા ત આજરોજ આ સેમ્પલો પૈકી સરફરાઝ કુરેશીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. યુદ્ધના ધોરણે તકેદારીના પગલાં લેવાનું શરુ કરવામાં આવ્યું છે. એટલું જ નહિ તમામ કોન્ટેક્ટ હિસ્ટ્રીવાળા લોકોને ગવર્મેન્ટ કોરોનટાઇન કરવામાં આવેલ છે. આમ 13 દિવસ પછી દાહોદમાં કોરોના સંક્રમિતનો કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.