Tuesday, 03/12/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં લોકડાઉનમાં પણ 108ની સેવા અવિરત કાર્યરત

દાહોદ જિલ્લામાં લોકડાઉનમાં પણ 108ની સેવા અવિરત કાર્યરત

 રાજેન્દ્ર શર્મા @ દાહોદ 

દાહોદ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં 108ની સેવા અવિરત કાર્યરત,જિલ્લાના વિવિધ લોકેશનો પર 26 એમ્બ્યુલેન્સમાં કાર્યરત 130 જેટલાં 108ના કર્મચારીઓ કોરોના સામેની જંગમાં અડીખમ, લોકડાઉન દરમિયાન 2382 જેટલાં કેસોમાં દેવદૂત સમાન 108 એમ્બ્યુલેનસે દર્દીઓને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડયા,108 દ્વારા જિલ્લાભરમાં કાર્યરત 130 જેટલાં ઈએમટી તેમજ પાયલોટના સ્વાસ્થ્યને ધ્યાને રાખી પીપીએ કીટ વાળા વિશેષ શૂટ આપવામાં આવ્યા.

દાહોદ તા.02

સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે.ત્યારે ભારત સહીત વિશ્વના કેટલાય દેશોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યા છે.ભારતમાં પણ કોરોનારૂપી રાક્ષકને નાથવા માટે લોકડાઉન કરી વહીવટી તંત્ર, પોલિસ તંત્ર સહીત આરોગ્ય તંત્ર પણ ખડેપગે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે.ત્યારે આવા કટોકટીના સમયમાં દેવદૂત સમાન ૧૦૮ની સેવા દાહોદ જિલ્લામાં વિવિધ લોકેશનો પર અવિરતપણે કાર્યરત છે.લોકડાઉનની પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં શહેર સહીત જિલ્લામાં 24 કલાક દોડતી 26 જેટલી એબ્યુલન્સ સેવા દ્વારા શરદી, ખાસી ઉદરસ સહિત અન્ય બિમારીના કુલ 2382 જેટલા દર્દીઓને પણ જે તે હોસ્પિટલમાં પહોંચાડીને તેઓના સ્વાસ્થયની ચિંતા કરી છે . દાહોદ જિલ્લાના દાહોદ,ગરબાડા, ઝાલોદ, લીમડી, સુખસર, ફતેપુરા, સંજેલી, લીમખેડા, બારીયા સહીત 8 તાલુકામાં મળી 16 લાખથી વધુ વ્યક્તિ માટે વિવિધ લોકેશન પર 26 જેટલી ૧૦૮ એમ્બુલન્સ કાર્યરત કરી છે .જેમાં દાહોદ લોકેશન પર એક ૧૦૮ એબ્યુલન્સ વાનને ખાસ કોરોનાના કેસો માટે વિશેષ રૂપે તૈયાર કરવામાં આવી છે.ત્યારે કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી 108 દ્વારા જિલ્લાભરમાં કાર્યરત 130 જેટલાં ઈએમટી તેમજ પાયલોટના સ્વાસ્થ્યને ધ્યાને રાખી પીપીએ કીટ વાળા વિશેષ શૂટ આપવામાં આવ્યો છે .દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦૮ એમ્બુલન્સમાં કોરોનાના 7 જેટલા શંકાસ્પદ દર્દીઓને લિફ્ટ કરી જિલ્લા મથકે ઉભી કરેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી ચૂક્યા છે .૨૪ કલાક મેડિકલ ઇમરજન્સી સેવા કરતી ૧૦૮ને લોકડાઉનમાં રોડ અકસ્માતમાં ઘટાડો થયો છે .જોકે કોરોના વાયરસના પ્રાથમિક લક્ષણો જેવા તાવ શરદી ઉદરસ અને દુખાવા જેવાના દર્દીઓ , શ્વાસ અને ડાયાબિટીસના દર્દીઓ અને શ્વાસના દર્દીઓના મળી અત્યાર સુધી 2382 કેસ ૧૦૮ એમ્બુલન્સ એટેન્ડ કરી ચૂકી છે.ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સાથે 108 એમ્બુલન્સના કર્મચારીઓની સાથે આરોગ્ય વિભાગ વહીવટી તંત્ર પોલીસ અને સફાઈ કર્મચારીઓ પણ ૨૪ કલાક લોકો માટે પોતાનો પરિવાર છોડી લોકોના હિતમાં ખડેપગે સેવા આપી રહ્યા છે. છતાં કેટલાક લોકો ફરવા માટે લોકડાઉનના નિયમોનો ભંગ કરી રહ્યા છે .

error: Content is protected !!