Thursday, 21/11/2024
Dark Mode

કોરોના સામે જંગ…દરેક પરિસ્થિતિને પહોંચી વળવા રેલવેતંત્ર સજ્જ:રેલવે વર્કશોપમાં કોચને મોડીફાઇડ કરી હંગામી આઇસોલેશન વોર્ડ ઉભું કરવા તંત્ર જોતરાયું

કોરોના સામે જંગ…દરેક પરિસ્થિતિને પહોંચી વળવા રેલવેતંત્ર સજ્જ:રેલવે વર્કશોપમાં કોચને મોડીફાઇડ કરી  હંગામી આઇસોલેશન વોર્ડ ઉભું કરવા તંત્ર જોતરાયું

 જીગ્નેશ બારીયા, રાજ ભરવાડ @ દાહોદ 

દાહોદ તા.02

સમગ્ર વિશ્વમાં કોરોના ની સામે લડાઈમાં ભારત સરકારની અગમચેતી વખણાઈ રહી હતી.ત્યારે દિલ્હી ખાતે તબ્લિક જમાતના ટાઈમ બૉમ્બએ ચિંતાના વાદળો ફેલાવી મૂક્યા છે.એવા સમયે સમગ્ર દેશમાં કોરોનાની અને તેને લગતી સુવિધાઓ ઊભી કરવામાં વધુ સક્રિયતા આવા પામી છે.કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવાની આશંકા દરેક રાજ્યમાં અને જિલ્લામાં વધુમાં વધુ આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યા છે.ક્યારે દાહોદ શહેરમાં આવેલ રેલ્વે કારખાનામાં પણ રેલવેના ત્રણ સ્લીપર કોચને મોડીફાઈડ કરી અને તેને હંગામી દવાખાનામાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે.આઇસોલેશન વોર્ડ સાથે તમામ સુવિધાઓ ઊભી કરાનારી આ ત્રણ કોચને અત્રેના રેલવે કારખાનામાં યુદ્ધના ધોરણે મોડિફાઈડ કરવામાં રેલવે તંત્રના નિષ્ણાતો જોતરાઇ ગયા છે.તસવીરમાં રેલ્વે કોચને મોડીફાઇ માટે લવાયેલા અને તેમાં ચાલતી કામગીરી નજરે પડી રહી છે.

error: Content is protected !!