Saturday, 12/07/2025
Dark Mode

ગરબાડા મામલતદાર ઓફિસમાં સાપ પકડવા જતા નાયબ મામલતદાર થયાં ઈજાગ્રસ્ત

ગરબાડા મામલતદાર ઓફિસમાં સાપ પકડવા જતા નાયબ મામલતદાર થયાં ઈજાગ્રસ્ત

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડાની મામલતદાર કચેરીમાં સાપ ને પકડવા જતા નાયબ મામલતદાર હાર્દિક જોષીનો નો પગ ફ્રેક્ચર થયો,ફેક્ચર થયા બાદ પણ બીજા જ દિવસથી નાયબ મામલતદાર રાબેતા મુજબ ફરજ પર આવી કોરોના ની લડાઈમાં જોડાયા

ગરબાડા તા.02

પ્રકૃતિપ્રેમી અને દરેકના કામમાં આગળ રહેનાર સેવાભાવી સ્વભાવ ધરાવતા ગરબાડાના નાયબ મામલતદાર હાર્દિકભાઈ જોષીને મામલતદાર કચેરીમાં સાપ નીકળતા તેને પકડવા જતી વેળા પડી જવાના કારણે પગમાં ફ્રેક્ચર થયું હતું જોકે ફેક્ચર ને ગણકાર્યા વગર સાપને સુરક્ષિત જગ્યાએ છોડી પાકો પાટો ચડાવી બીજા દિવસે જ આ કર્મવીર પોતાની ફરજ પર જોડાઈ ગયા હતા

એક તરફ કોરોના ની ડ્યૂટી હોય છે….ત્યારે બીજી તરફ તારીખ ૩૧મી ના રોજ બપોરના સમયે મામલતદાર કચેરી ગરબાડા માં અંદર ના ભાગે સાપ આવી ગયો હતો. …જે સાપને ના.મામ હાર્દિક ભાઈ જોષી એ પકડી ને સલામત રીતે દૂર છોડી દીધો હતો જો કે સાપને પકડતી વેળા પડી જવાના કારણે હાર્દિકભાઈની પગમાં ઇજા થઇ હતી રાત્રિ દરમિયાન સારવાર માટે હોસ્પિટલમાં જવાથી ખબર પડી હતી કે પગમાં ફ્રેક્ચર થયું છે રાત્રિના પગે પાકો પાટો ચડાવ્યા બાદ બીજા દિવસથી હાર્દિકભાઈ જોષી કોરોના ની ડ્યુટી માં લાગી ગયા હતા સાપ પકડવાની ભલાઈ કરવાનું કામ જતા પોતે ઇજા થવા છતાં પણ તેઓ પોતાના કામમાં જરા પણ કચાશ રાખતા નહીં હોવાનું જોવા મળી રહ્યું છે ખરેખર હાર્દિકભાઈની કામગીરી કાબિલે તારીફ છે.

error: Content is protected !!