ગરબાડા પંથકમાં બાળકી જોડે “રેપ વીથ મર્ડર” મામલો,તણાવભર્યા માહોલમાં પોલિસ બંદોબસ્ત વચ્ચે બાળકીના અગ્નિસંસ્કાર થયા:વિધર્મી મામાના 7 દિવસ ના રિમાન્ડ મેળવતી પોલિસ

Editor Dahod Live
3 Min Read

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

ગરબાડા પંથક સહીત જિલ્લામાં ચકચાર મચાવનાર નરપીશાચી વિધર્મી મામા ને ન્યાયધીશ સમક્ષ રજુ કરી  પોલિસને  7  દિવસના રિમાન્ડ મેળવ્યા, બાળકીનું પેનલ પીએમ કરી બાળકીને પરિવારજનોને સોંપાઈ, નગરમાં નિર્માણ થયેલ વિસ્ફોટક પરિસ્થિતિને જોતા પોલીસતંત્ર દ્વારા ચાંપતા પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, ચાંપતા પોલિસ બંદોબસ્ત વચ્ચે પરિવારજનો દ્વારા બાળકીના અગ્નિસંસ્કાર કરાયાં, 

દાહોદ તા.૦૨

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં કૌટુમ્બીક મામાએજ ૬ વર્ષીય બાળાનું અપહરણ કરી પાશવી બળાત્કાર ગુજારી બાળકીને પીંખી નાંખ્યા બાદ પુરાવાના નાશ કરવા સારૂ બાળકીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેતા ગરબાડા નગરવાસીઓમાં હાલ આક્રોશની લાગણી ફેલાવા પામી છે. આ આક્રોશ તેમજ વિસ્ફોટક પરિસ્થતિ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની સાથે ૬ વર્ષીય માસુમ બાળકીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ આરોપીને દાહોદના જજના બંગલે જજની હાજરીમાં આરોપીને હાજર કરતા આરોપીના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાત દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાય તો અનેક રહસ્ય આવે બહાર આવે તેવી શક્યતાઓ ને નકારી શકાય નહીં કારણ કે, આરોપી ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિમા સંડોવાયેલ હોવાનું પોલીસ ચોપડે પણ નોંધાયેલ છે.

ગરબાડા પંથકમાં નરપિશાચી કૌંટુમ્બીક મામાએ ૬ વર્ષીય ભાણીને પોતાની હવસનો શિકાર બનાવ્યા બાદ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેતા ગરબાડા નગરવાસીઓમાં ભારે આક્રોશ સાથે રોષની લાગણી ભભુકી ઉઠી છે અને આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તેવી લોકોમાં લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે. ગરબાડા નગરમાં લોકો તેમજ પરિવારનો આ બળાત્કારી યુવક સામે ભારે વિરોધ અને આક્રોશ વચ્ચે બાળાના પરિવારજનો દ્વારા યુવકને ગ્રામજનોને સોંપી દઈ ગ્રામજનો જ તેને સજા કરશે તેવી માંગણી વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. બાળાનું પીએમ કરાવ્યા બાદ તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો પરંતુ રોષની લાગણી વચ્ચે ગરબાડા નગરમાં
વિસ્ફોટક પરિસ્થિતિ વચ્ચે પરિવાર અને ગરબાડા નગરવાસીઓમાં ભારે આક્રોશ વચ્ચે છેલ્લે પરિવારને પોલીસ તેમજ ગામના આગેવાનો દ્વારા સમજાવતા આખરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ બાળાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે કોઈ અનીચ્છીય બનાવ ન બને તેની તકેદારીને ધ્યાને લઈ ગરબાડા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ બાળાના અંતિમ સંસ્કાર વેળાએ આંખુ ગામ હિબકે ચઢ્યુ હતુ અને અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે 6વર્ષીય માસુમ ભાણી સાથે રેપ વીથ મર્ડર જેવો ઘૃણાસ્પદ કૃત્ય આચરનાર નરાધમ મામા શૈલેષને પોલીસે જજ સામે રજુ કરી રિમાન્ડની માંગણી કરતા જજ સાહેબના બંગલે આરોપીના 7 દિવસના રિમાન્ડ આપ્યાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

—————————————————————–

Share This Article