નીલ ડોડીયાર @ દાહોદ, મઝહર અલી મકરાણી@ દે.બારીયા
દેવગઢ બારિયા સબજેલમાંથી 13 કાચા કામના કેદી ફરાર થતાં પોલીસ બેડામાં ખળભળાટ,જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાની પોલીસ દોડતી થઇ, રેંજ આઈજીપી બારીયા દોડી આવ્યા,બે માસના ટૂંકા ગાળામાં જેલ તોડીને ભાગી જવાની બે ઘટનાથી સત્તાવાળાઓની ભૂમિકા અંગે અનેક શંકા-કુશંકા પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કેદીઓ ફરાર થયા હોવાનું અનુમાન,રાત્રીના બે થી ચાર વાગ્યા ના અરસામાં કેદીઓ ફરાર થયા,કેદીઓએ બેરેક તેમજ રૂમના તાળાં તોડી જેલની દીવાલ કૂદી ફરાર, સબજેલમાંથી ભાગેલો કેદી હજી સુધી પકડાયો નથી ત્યારે આજરોજ વધુ ૧૩ કેદીઓ ભાગ્યા, જિલ્લા પોલિસવડાએ જેલગાર્ડ સહીત 4 પોલિસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા, પોલિસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
દે.બારીયા તા.01
દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ સબ જેલ માંથી બેરક તેમજ રૂમના તાળાં તોડી ૧૩ કાચા કામના કેદીઓ જેલની દિવાલ કૂદી ફરાર જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી ફરાર કેદીઓ તેમજ પોલિસકર્મી વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીઆ સબ જેલમાંથી અવાર નવાર કેદી ભાગી જવાના બનાવ આગાઉ બનવા પામ્યા છે.ત્યારે ગત બે માસ અગાઉ કુખ્યાત બુટલેગર અને પોસ્કો એક્ટનો એમ બે કેદીઓ જેલની દીવાલ કૂદી નાસી છૂટયા હતા.જેમાંથી કુખ્યાત બુટલેગર હજુ પકડાયો નથી.ત્યારે જાણે એક આ માટે જેલમાંથી કેદીઓ ફરાર થવાનો સિલસિલો ચાલુ થયો હોય તેમ બે માસના ટૂંકાગાળામાં એક સાથે 13 કેદીઓ બેરક તેમજ રૂમના તાળાં તોડી જેલની દીવાલ કૂદી ફરાર થઇ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામેલ છે.ત્યારે આ સબજેલના જેલગાર્ડ તરીકે ઇન્ચાર્જ એ.એસ.આઈ છત્રસિંહ કાન સિંહ પો.કોન્સ્ટેબલ નટવરભાઈ શંકરભાઈ,શૈલેષ રમસુભાઈ,કલ્પેશ જશવંત હાજર હતા.ત્યારે રાત્રી ૨ વાગ્યા ના અરસામાં બેરેક નંબર (૧) ના રૂમ નંબર ત્રણમાં કુલ નવ કાચા કામના કેદી હતા જેમાં તે (૬) કેદી અને રૂમ નં ૪ માંથી સાત કાચા કામના કેદી હતા.તે મળી કુલ ૧૩ તેર કેદી રૂમના તેમજ બેરકના તાળા તોડી જેલની દીવાલ કૂદી નાસી છૂટયા હતા. જેમાં બેરેક નં ૧ ના રૂમ નં ત્રણ માંથી (૧) હિંમતસિંહ રૂપસિંહ બારીઆ રહે.ચેનપુર તા.દે.બારીઆ. બારીઆ પોલીસ સ્ટેશનના ફાસ્ટ ગુન્હા રજી. નં ૮૬/૨૦૧૯ ના ઇ.પો.કો.કલમ ૩૦૨,(૨)કનું ઉર્ફે કિશનભાઇ વાધા ભાઈ બારીઆ રહે.સિંગવડ ના પો.સ્ટેશન ગુ. નં ૧૬/૨૦૧૯ ના ઇ.પી.કો કલમ ૩૦૨,૩૬૩,૩૬૪ મુજબ ગુન્હા નો (૩) ગબી ભાઈ વેરિયા ભાઈ મોહનિયાં રહે.ઊંડાર તા.ધાનપુર પો. સ્ટે.ગુ. નં ૩૯/૨૧૦નો ઈ.પી.કો કલમ ૩૯૪ મુજબ ગુન્હાનો(૪)અરવિંદભાઈ ઉર્ફે ચચો ભાયલભાઈ તંબોલિયા રહે.ભોરવા તા.ધાનપુર પો.સ્ટે.ગુ. નં ૧૧/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૦૨,૧૦૨ બી, ૩૪,૧૧૪ મુજબ ના ગુન્હા નો(૫) શૈલેષ ભાઈ ભાવસિંહ ભુરીયા રહે.બિલિયા તા.ધાનપુર પો.સ્ટે.ફાસ્ટ ગુ. ર. નં ૫૭/૨૦૧૩ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ ગુન્હા નો(૬)વિજયભાઈ ઉર્ફે વિજલ સરદારભાઈ પરમાર રહે. ભાણ પુર તા.ધાનપુર પો.સ્ટે. ર.જી નં ૭૩/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૦૨,૩૩૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ના ગુન્હામાં તેમજ બેરેક નં(૧) ના રૂમ નં ૪ કુલ સાત કાચા કામના આરોપીઓ મુકેલ હતા જે તમામ ભાગી ગયેલા જેમાં (૭)રાકેશભાઈ જવા માવી રહે.માત્વા તા.ગરબાડા.(૮)લસુ ઉર્ફે લક્ષમણ ભાઈ મહેતાલ ભાઈ મોહનીયાં રહે.ઉંડાર તા.ધાનપુર(૯)મુકેશ ઉર્ફે બાલું ભાઈ જાલું ભાઈ બામણીયા રહે. માત્વા તા.ગરબાડા (૧૦) રમેશ ભાઈ પિદિયા પલાસ રહે.ખજૂરિયા તા.ધાનપુર (૧૧)અરવિંદ સમર સિંહ કોળી રહે.ભ થ વાડા તા.દે.બારીઆ(૧૨)ગણપત ભાઈ મોહન ભાઈ હરિજન રહે. નલું તા.ધાનપુર (૧૩) કમલેશ ભાઈ થાવ રીયા પાલાસ રહે માતવાના મળી કુલ ૧૩ કાચા કામના કેદી હોય અને તમામે તમામ મર્ડર લુટ જેવા ભારે ગુનામાં સંડોવાયેલા હતા.જે તમામ કેદી બેરક તેમજ રૂમના તાળાં તોડી જેલની દીવાલ કૂદી ફરાર થઈ ગયા હતા.ત્યારે સવારમાં ચાર વાગ્યાના અરસામાં જેલગાર્ડ દ્વારા તપાસ હાથ ધરતા બેરેક નંબર એકના રૂમ નંબર ત્રણ અને ચારના કેદીઓ ફરાર થઈ ગયેલા હોવાનું જણાવતા ઇન્ચાર્જ જેલગાર્ડ દ્વારા એએસઆઇ છત્રસિંહ આ બનાવ અંગેની જાણ સબજેલના જેલર રાણાને કરતા જેલર વહેલી સવારે સબ જેલ પર પહોંચી તપાસતા ખરેખર જેલમાંથી કેદીઓ ફરાર થઇ ગયા હોવાનુ જણાઈ આવતાં આ બનાવ અંગેની જાણ દેવગઢ બારીયા પોલીસ મથકે કરતા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઇ જિલ્લાની તમામ પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દેવગઢ બારિયા સબ જેલ ઉપર દોડી આવ્યો હતો અને તમામ પોલીસ મથકે આ તેર કેદીઓને લઈ નાકાબંધી કરાવી ફરાર આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે આ ૧૩ આરોપીઓ વિરુદ્ધ જેલર પૂનમચંદ ભાઈચંદ રાણા દ્વારા ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ક્યારે આ 13 કેદી ભાગી જવાથી પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામેલ છે જ્યારે બીજી તરફ એક સાથે જ ૧૩ કેદી ભાગી જવાથી અનેક શંકા-કુશંકા પણ ઊભી થવા પામી છે ત્યારે આ બનાવ પૂર્વઆયોજિત હોવાનું પણ કહેવાય રહ્યું છે ત્યારે હાલમાં સ્થાનિક પોલીસ ની સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે જ્યારે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરશે તે જોવાનું રહ્યું
ધાડ લૂંટ મર્ડર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ ભાગી છૂટતા પોલીસના પરસેવા છૂટ્યા:ફરજમાં નિષ્કાળજી બદલ જેલ ગાર્ડ સહીત ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયાં
દે.બારીયા સબજેલના બેરેક નંબર 3 અને 4 નું તાળું તોડી ફરાર થયેલા ખુંખાર કેદીઓએ ભારે ચકચાર મચાવી મુક્યો છે.સમગ્ર રાજ્યની પોલિસમાં ખળભળાટ મચાવી મુકનાર બનાવ સંબંધે દે.બારીયા સબજેલના જેલગાર્ડના ઇન્ચાર્જ એ.એસ.આઇ છત્રસિંહ કાનસિહે આ ઘટનાના જાણ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર તેઓ ઉપરાંત પો.કો. નટવરભાઇ શંકરભાઇ, શૈલેષ રમસુભાઇ તથા કલ્પેશભાઇ જશવંતભાઇ સહીત કુલ ચાર પોલીસકર્મીઓને હાલ આરોપીના પાંજરામાં ઉભા કરી તેમની ધરપકડ કરવામાં આવેલ છે. એટલું જ નહિ અત્રેના જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી હિતેશ જોયસર આજરોજ ચારેય પોલિસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.ગંભીર નિષ્કાળજી દાખવનાર જેલગાર્ડ ઇન્ચાર્જ એ.એસ.આઇ છત્રસિંહ કાનસિહ ને પૂછતા અમારી આખો મળી ગઈ અને આ કેદીઓ કેવી રીતે ભાગી ગયા તેની અમને જાણ જ ના થઇ તેવું રટણ કરતા રહ્યા છે. ત્યારે તપાસ કરનાર અમલદાર સહીત સૌ કોઈને આ વાત ગળે ઉતરતી નથી આમ પણ જિલ્લામાં જેલ તોડીને ભાગવા માટે દે.બારીયા સબજેલ એક ઉત્તમ સ્થાન ગણાય છે. ત્યારે બેરેક નંબર 3 અને 4 પૈકી બેરેક નંબર 3ના સાતેય આરોપી ખુબ જ ખુંખાર હોઈ અને તેઓ સાતેય ફરાર છે. જયારે બેરેક નંબર 4 ના 9 પૈકી 6 આરોપીઓ પણ ધાડ લૂંટ અને ખૂનના ગુનામાં સંડોવાયેલા ખુંખાર આરોપીઓ હોઈ તેઓએ જેલ ગાર્ડ સહીત અન્ય કેદીઓને જાન થી મારી નાખવાની ધમકી આપ્યાનું નકારી શકાતું નથી ત્યારે બેરેક નંબર 4 માં બાકી રહેલ ત્રણ આરોપીઓની જો વૈજ્ઞાનિક ઢબે પુછપરછ કરવામાં આવે તો સમગ્ર બનાવને ક્યારે અને કેવી રીતે અંજામ આપ્યો છે. તે સઘળી હકીકત બહાર આવવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે.
દાહોદ જિલ્લામાં જેલ તોડીને ભાગવા માટે દે.બારીયા સબજેલ એક ઉત્તમ સ્થાન:મધરાત્રે જેલ ગાર્ડ સહીત પોલિસ કર્મીઓ શંકાના દાયરામાં
દે.બારીયા સબજેલના બેરેક નંબર 3 અને 4 નું તાળું તોડી ફરાર થયેલા ખુંખાર કેદીઓએ ભારે ચકચાર મચાવી મુક્યો છે.સમગ્ર રાજ્યની પોલિસમાં ખળભળાટ મચાવી મુકનાર બનાવ સંબંધે દે.બારીયા સબજેલના જેલગાર્ડના ઇન્ચાર્જ એ.એસ.આઇ છત્રસિંહ કાનસિહે આ ઘટનાના જાણ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર તેઓ ઉપરાંત પો.કો. નટવરભાઇ શંકરભાઇ, શૈલેષ રમસુભાઇ તથા કલ્પેશભાઇ જશવંતભાઇ સહીત કુલ ચાર પોલીસકર્મીઓને હાલ આરોપીના પાંજરામાં ઉભા કરી તેમની ધરપકડ કરવામાં આવેલ છે. એટલું જ નહિ અત્રેના જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી હિતેશ જોયસર આજરોજ ચારેય પોલિસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.ગંભીર નિષ્કાળજી દાખવનાર જેલગાર્ડ ઇન્ચાર્જ એ.એસ.આઇ છત્રસિંહ કાનસિહ ને પૂછતા અમારી આખો મળી ગઈ અને આ કેદીઓ કેવી રીતે ભાગી ગયા તેની અમને જાણ જ ના થઇ તેવું રટણ કરતા રહ્યા છે. ત્યારે તપાસ કરનાર અમલદાર સહીત સૌ કોઈને આ વાત ગળે ઉતરતી નથી.આમ પણ જિલ્લામાં જેલ તોડીને ભાગવા માટે દે.બારીયા સબજેલ એક ઉત્તમ સ્થાન ગણાય છે.ત્યારે બેરેક નંબર 3 અને 4 પૈકી બેરેક નંબર 3 ના સાતેય આરોપી ખુબ જ ખુંખાર હોઈ અને તેઓ સાતેય ફરાર છે. જયારે બેરેક નંબર 4 ના 9 પૈકી 6 આરોપીઓ પણ ધાડ લૂંટ અને ખૂનના ગુનામાં સંડોવાયેલા ખુંખાર આરોપીઓ હોઈ તેઓએ જેલ ગાર્ડ સહીત અન્ય કેદીઓને જાન થી મારી નાખવાની ધમકી આપ્યાનું નકારી શકાતું નથી ત્યારે બેરેક નંબર 4 માં બાકી રહેલ ત્રણ આરોપીઓની જો વૈજ્ઞાનિક ઢબે પુછપરછ કરવામાં આવે તો સમગ્ર બનાવને ક્યારે અને કેવી રીતે અંજામ આપ્યો છે. તે સઘળી હકીકત બહાર આવવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે
બે માસમાં સબ જેલમાંથી કેદીઓ ભાગી જવાની બે ઘટનાઓ:જિલ્લા પોલિસવડાશ્રીએ આરોપીદીઠ પાંચ હજારનો ઇનામ જાહેર કરાયો
દેવગઢબારિયા સબજેલમાંથી એક સાથે ૧૩ આરોપી ફરાર થવાની ઘટનામાં તપાસનો દોર ક્યાં સુધી પહોંચે છે.તે યક્ષપ્રશ્ન છ.ત્યારે દેવગઢબારિયા સબજેલમાં બે મહિના પહેલા જ 2 આરોપીઓ જેલમાંથી ફરાર થવાની ઘટના બનવા પામી પામી હતી. અને તે પૈકી એક આરોપી હજી સુધી પોલિસ પકડથી દુર ખુલ્લેઆમ ફરી રહ્યો છે.ત્યારે બે મહિનાના ટૂંકા ગાળામાં જેલમાંથી કેદીઓ ભાગી જવાની બીજી ઘટના બનતા અનેક શંકા-કુશંકાઓ એ જન્મ લીધો છે.જોકે આજરોજ ફરાર થયેલા કેદીઓ અંગે જો કોઇ સગડ મળે અથવા તો માહિતી મળે અને જે પોલીસ સુધી પહોંચાડશે. એક આરોપી દીઠ પાંચ હજાર રૂપિયાના ઇનામની જાહેરાત પણ પોલીસ ખાતાએ કરી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ત્યારે દેવગઢબારિયા સબજેલમાંથી વારંવાર કેદીઓ કેમ ફરાર થાય છે.તે પણ હવે ગહન તપાસનો વિષય થઈ ગયો છે.