Friday, 27/12/2024
Dark Mode

ગરબાડામાં માઈગ્રેશન કરતા 300 મજૂરોને પોલીસે અટકાવ્યા: લોકડાઉનના પગલે તમામને શેલ્ટરહોમમાં ખસેડ્યા

ગરબાડામાં માઈગ્રેશન કરતા 300 મજૂરોને પોલીસે અટકાવ્યા: લોકડાઉનના પગલે તમામને શેલ્ટરહોમમાં ખસેડ્યા

વિપુલ જોષી @ ગરબાડા 

દાહોદ પોલીસ દ્વારા માઈગ્રેશન કરતા 300 જેટલા લોકોને અટકાવી ગરબાડા મામલતદાર ને સોપાયા,ગરબાડા મામલતદાર દ્વારા તમામનું મેડિકલ ચેક-અપ તથા રહેવાની જમવાની તથા જરૂરિયાત વસ્તુઓની સુવિધા પૂરી પાડવામાં આવી

ગરબાડા તા.01

હાલમાં કોરોનાવાયરસ ને લઈને સમગ્ર દેશભરમાં ભયના માહોલ સાથે અફડાતફડી મચી જવા પામી છે આવા સમયમાં ધંધા રોજગારી માટે વતનથી દૂર રહેતાં અનેક લોકો વતનમાં જવા માટે પડાપડી કરી રહ્યા છે આવા સમયમાં વતનમાં જતા ગ્વાલિયર અને યુપીના આવા 300 જેટલા લોકોને દાહોદ પોલીસે તારીખ 31મી ના રોજ પકડ્યા હતા અને જે તમામને ગરબાડા મામલતદાર મયંક પટેલ હાર્દિક જોશીને સોંપવામાં આવ્યા હતા જેથી ગરબાડા મામલતદાર ટીમ દ્વારા સૌથી પહેલા આરોગ્ય વિભાગની મદદ લઇ આ તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓને પાંચવાડા આશ્રમ શાળા તથા ગાંગરડા આશ્રમશાળામાં રહેવા માટે ની સુવિધા આપવામાં આવી હતી ત્યારબાદ તેમની જમવાની તથા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી અને આવશે તો બીજી તરફ હોળીની સિઝનને ધ્યાનમાં રાખીને ગરબાડા તાલુકાના મેળા કરવા પોતાના હીચકા ઝુલા ચકરડી સહિતના સાધનો લઈને આવેલા લોકો પણ ગાંગરડી માં ફસાયેલા છે જોકે તેઓ પોતાના સંબંધીને ત્યાં જ રહે છે અને તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ગરબાડા મામલતદાર તેમજ ગામના આગેવાનો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

error: Content is protected !!