Monday, 07/07/2025
Dark Mode

દાહોદમાં વીતેલા 24 કલાકમાં 6 મૃતદેહોની કોવીડ ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયાં:મૃતદેહોને સ્મશાન સુધી લઈ જતી જૂની અને ખખડધજ શબ વાહીની ખોટકાઈ :મૃતકના અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારજનોને રાહ જોવાનો વારો આવ્યો…

દાહોદમાં વીતેલા 24 કલાકમાં 6 મૃતદેહોની કોવીડ ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયાં:મૃતદેહોને સ્મશાન સુધી લઈ જતી જૂની અને ખખડધજ શબ વાહીની ખોટકાઈ :મૃતકના અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારજનોને રાહ જોવાનો વારો આવ્યો…
રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા:-દાહોદ લાઈવ ડેસ્ક.
  • દાહોદમાં વીતેલા 24 કલાકમાં 6 મૃતદેહોની કોવીડ ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયાં
  • દાહોદના સ્મશાનમાં સાગમટે કોવીડ ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કારથી અંતિમ સંસ્કારમાં હાજર લોકોમાં ફફડાટ ફેલાયો
  • મૃતદેહોને સ્મશાન સુધી લઈ જતી જૂની અને ખખડધજ શબ વાહીની ખોટકાઈ :મૃતકના અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારજનોને રાહ જોવાનો વારો આવ્યો 

દાહોદ તા.૦૭

દાહોદ શહેરમાં વધતાં કોરોના પ્રકોપને કારણે સૌ કોઈ હાલ ફફડાટ અનુભવ કરી રહ્યાં છે. બીજી તરફ બીન સત્તાવાર મળતી માહિતી પ્રમાણે વિતેલા ચોવીસ કલાકની અંદર લગભગ ૦૬ જણા કોરોનાથી મૃત્યુ પામ્યાં છે.અને તેઓની અંતિમ ક્રિયા દાહોદના સ્મશાન ખાતે કોરોના ગાઈડ લાઈન સાથે સંપુર્ણ તકેદારીને ધ્યાનમાં રાખી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

દાહોદ જિલ્લામાં કુદકેને ભુસકે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે કોરોના સંક્રમણે રેકોર્ડ બ્રેગ ગતિએ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરના અન્ય રાજ્યોમાં પણ કોરોનાએ માથુ ઉચક્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતાં કોરોના કેસોની સાથે સાથે મૃત્યુ આંક પણ આ વખતે વધતો જાેવા મળી રહ્યો છે. વાત કરીએ નાનકડા દાહોદ જિલ્લાની તો આ વર્ષે કોરોના પોતાની ઝડપ વધારી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને તેની સાથે મૃત્યુ દરના આંકડાઓમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદની સરકારી દવાખાના સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. મળતી બિન સત્તાવાર માહિતી પ્રમાણે વિતેલા ચોવીસ કલાકની અંદર ૦૬ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યાં છે. અને વિતેલા ચોવીસ કલાકની અંદર દાહોદના સ્મશાન ખાતે સંપુર્ણ કોરોના ગાઈડ લાઈન સાથે કર્મચારીઓની હાજરીમાં પીપીઈ કીટ સાથે મૃતકોના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યાં હતાં. આ મૃતકોમાં એક મધ્યપ્રદેશની મહિલાનો પણ સમાવેશ થાય છે અને જેના પણ દાહોદના સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. દિન પ્રતિદિન વધતાં કોરોના સંક્રમણના પ્રકોપને પગલે હવે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રએ કમર કસવી જ રહી અને સેનેટરાઈઝર સહિત ઘરે ઘરે જઈ ટેસ્ટીંગ હાથ ધરવાની કામગીરીનો પુનઃ આરંભ કરવામાં આવે તે અતિ આવશ્યક બની રહ્યું છે.

 મૃતદેહોને સ્મશાન સુધી લઈ જતી જૂની અને ખખડધજ શબ વાહીની ખોટકાઈ :મૃતકના અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારજનોને રાહ જોવાનો વારો આવ્યો

દાહોદમાં આજરોજ કુલ 6 મૃતદેહોનો કોવીડની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં ગઈકાલે રાતે ચાર તેમજ આજે સવારે બે લોકો મૃત્યુ પામ્યા હોવાનું  જાણવા મળે છે.જોકે ગોધરા રોડ ખાતેની 67 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મૃત્યુ થતાં ગણતરીના પરિવારજનોએ મૃતક વૃદ્ધાના અંતિમ સંસ્કાર માટે હોસ્પિટલનો સંપર્ક કર્યોં હતો. ત્યારે હોસ્પિટલના કર્મીઓનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કોરોનામાં મૃત્યુ પામનાર મૃતદેહોને લઈ જનારા અમારા ત્રણેય કર્મચારીઓ બીમાર છે. તેમજ તેમને એડમીટ કરવામાં આવ્યા છે. એટલે વાર લાગશે. તેમ જણાવ્યું હતું. ત્યારબાદ મૃતકના પરિવારજનો દ્વારા દાહોદના એક પત્રકારનું સંપર્ક કરી અંતિમ સંસ્કાર માટે લાશ સમયસર મળે તે માટે મદદ માંગતા જાગૃત પત્રકારે જે તે કક્ષાએ આ સાથે વાત કરતા હોસ્પિટલ ના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલ કે મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે  લઈ જનારી શબવાહિની ગઈકાલની ખોટકાઈ ગઈ છે. અમે થોડી વારમાં શબવાહિની વ્યવસ્થા કરી અન્ય કર્મીઓ મ દ્વારા મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે  મોકલવા માટે બાહેધરી આપી હતી. થોડીકવાર બાદ હોસ્પિટલ દ્વારા જાણવા મળે કે  અમે લોકોએ તાલુકા હેલ્થ ઓફિસથી બીજી ગાડીની વ્યવસ્થા કરી છે. ત્યારબાદ થોડી વારમાં મૃતદેહોને સ્મશાન ખાતે મોકલી દેવાશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ એક કલાકના લગભગ સમય બાદ શબ વાહિનીમાં ત્રણ મૃતદેહોને હોસ્પિટલથી સ્મશાન ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.

——————————————–

error: Content is protected !!