દાહોદ શહેરમાં રાત્રી કર્ફ્યુના ચુસ્તપણે પાલન માટે પોલિસ બંદોબસ્ત ગોઠવાયો:શહેરના 20 જેટલાં વિવિધ સ્થળો પર 102 પોલિસકર્મીઓ ખડેપગે તૈનાત રહેશે

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ શહેરમાં કોરોના સંક્રમણને નાથવા માટે રાત્રી કર્ફ્યુના ચુસ્તપણે પાલન માટે પોલિસ તંત્ર સુસજ્જ થયો
  • દાહોદ શહેરમાં 20 જેટલાં પોઇન્ટ ઉપર કુલ 102 પોલિસ કર્મીઓ વિવિધ વિસ્તારોમાં ચુસ્તપણે પાલન કરાવશે 
  • પોલીસના ૦૧ પી.આઈ., ૦૪, પી.એસ.આઈ., ૫૭ પોલીસ જવાનો, ૧૦ એસ.આર.પી., એચ.ચી./જી.આર.ડી.ના ૩૦ જવાનો મળી કુલ ૧૦૨ કર્મીઓ ખડેપગે રાત્રી દરમિયાન ફરજ બજાવશે 

દાહોદ તા.૦૭

ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતાં કેસોને કારણે ગુજરાત સરકાર દ્વારા રાત્રી કરફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. રાત્રીના ૦૮ થી સવારના ૦૬ વાગ્યા સુધી ગુજરાતના ૨૦ જિલ્લાઓમાં રાત્રી કરફ્યુ લાદવામાં આવનાર છે.જેમાં દાહોદ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.દાહોદ શહેરમાં આજથી રાત્રીના ૦૮ થી સવારના ૦૬ વાગ્યા સુધી સતત પેટ્રોલીંગ, ચેકપોસ્ટો, પોલીસ મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે. દાહોદ શહેરમાં ૨૦ જેટલા સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલીંગ કરવામાં આવનાર છે. આ કામગીરીમાં પોલીસ દ્વારા કુલ ૧૦૨ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે.

દાહોદ શહેરમાં આજથી સાંજે ૦૮ થી સવારના ૦૬ વાગ્યા સુધી લોકડાઉન (કરફ્યું) લાદવામાં આવનાર છે. શહેરમાં રાત્રી કરફ્યુનું ચુસ્ત પણે પાલન થાય તેવા હેતુ સર દાહોદ શહેર પોલીસ દ્વારા શહેરમાં કુલ ૧૦૨ પોલીસ કર્મચારીઓ વિવિધ જગ્યાએ તૈનાત કરી દેવામાં આવ્યાં છે જેમાં સરસ્વતી સર્કલ, ગોધરા રોડ જકાત નાકા, યાદગાર ચોક, પડાવ ચોકી નંબર ૦૨, ગરબાડા – જેસાવાડા જવાની ચોકી, મોટી શાક માર્કેટ ગરબાડા ચોકડી, જુના ઈન્દૌર રોડ સ્વામીનારાયણ મંદિર પાસે, રાધે રેસીડન્સી પોલીસ સહાયતા કેન્દ્ર, ચાકલીયા ચોકડી, રામા હોટલ, એસ.ટી. સ્ટેશન બહારના ભાગે, ચોકી નંબર ૦૧ વિસ્તાર, ચોકી નંબર ૦૨ વિસ્તાર પર મોટરસાઈકલ પેટ્રોલીંગ, ચોકી નંબર ૦૩ વિસ્તાર ખાતે પણ મોટરસાઈકલ પેટ્રોલીંગ, ચોકી નંબર ૦૪, ચોકી નંબર ૦૫, ચોકી નંબર ૦૬ પર મોટરસાઈકલ પેટ્રોલીંગ, જિલ્લા ટ્રાફિક મોબાઈલ ચોકી નંબર ૬,૩ વિસ્તારમાં પેટ્રોલીંગ, ટાઉન સેકન્ડ મોબાઈલ, ટાઉન ફસ્ટ મોબાઈલ વિગેરે સ્થળોએ આજથી પોલીસ ચુસ્ત પોલીસ બંદોબ્સત ગોઠવી દેવામાં આવશે જેમાં ૦૧ પી.આઈ., ૦૪, પી.એસ.આઈ., ૫૭ પોલીસ જવાનો, ૧૦ એસ.આર.પી., એચ.ચી./જી.આર.ડી.ના ૩૦ જવાનો મળી કુલ ૧૦૨ જવાનો ફરજ પર હાજર રહેનાર છે.

——————————————

Share This Article