Tuesday, 01/07/2025
Dark Mode

ઇન્દોર અમદાવાદ હાઇવે પર સ્થિત વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ(ડમ્પીંગ યાર્ડ)ના કામોમાં કરોડો રૂપિયાના કૌભાંડ સંદર્ભે ઉચ્ચ કક્ષાએથી તપાસનો ધમધમાટસમગ્ર: પ્રાદેશિક કમિશનર કચેરીએથી ચીફ ઓફિસર પાસે 7 દિવસમાં સમગ્ર મામલાનો માંગ્યો અહેવાલ….

ઇન્દોર અમદાવાદ હાઇવે પર સ્થિત વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ(ડમ્પીંગ યાર્ડ)ના કામોમાં કરોડો રૂપિયાના કૌભાંડ સંદર્ભે ઉચ્ચ કક્ષાએથી તપાસનો ધમધમાટસમગ્ર: પ્રાદેશિક કમિશનર કચેરીએથી ચીફ ઓફિસર પાસે 7 દિવસમાં સમગ્ર મામલાનો માંગ્યો અહેવાલ….

  અનિલસિંહ જાદવ :- દાહોદ   

  • દાહોદ નગર પાલિકામાં થયેલ કરોડો રૂપિયાના કૌભાંડનો મામલો 
  • ઇન્દોર અમદાવાદ હાઇવે પર સ્થિત વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ(ડમ્પીંગ યાર્ડ)ના કામોમાં કરોડો રૂપિયાના કૌભાંડ સંદર્ભે ઉચ્ચ કક્ષાએથી તપાસનો ધમધમાટ
  • મુખ્ય સચિવ તેમજ વિજિલન્સની તપાસની સાથે સાથે વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ
  • વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ ચીફ ઓફિસર પાસે સમગ્ર મામલે દિન ૭માં માંગ્યો અહેવાલ 

દાહોદ તા.04

દાહોદ નગર પાલિકામાં થયેલ કરોડો રૂપિયાના કૌભાંડની તપાસનો ધમધમાટ:સમગ્ર મામલે પ્રાદેશિક કમિશનર કચેરીએથી ચીફ ઓફિસર પાસેથી 7 દિવસમાં અહેવાલ માંગ્યો હોવાનું જાણવા મળેલ છે.

દાહોદ નગરપાલિકા હસ્તકના વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ(ડમ્પીંગ યાર્ડ)ના બાંધકામ સહિતના કામોમાં તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા આચરેલ કરોડો રૂપિયાના કૌભાંડના મામલામાં ઉચ્ચ સ્તરેથી તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.જાગૃત નાગરિકની રજૂઆત તેમજ રજુ કરેલ જડબેસલાક પુરાવાઓનો બારીકાઇથી નિરીક્ષણ બાદ નગરપાલિકાના કામોમાં કૌભાંડ થયાંની ગંભીર નોંધ સાથે મુખ્યમંત્રી કાર્યાલયના નિર્દેશો બાદ આ સમગ્ર મામલામાં મુખ્ય સચિવે તપાસના આદેશ પહેલા જ આપી દીધા છે. તેમજ આ મામલાની તપાસમાં વિજિલન્સ સહીત અન્ય તપાસ એજેન્સીઓ પણ સામેલ થઇ ચુકી છે. આ મામલામાં ઉપલા લેવલથી ઓડિટ પણ કરવામાં આવ્યું છે.ત્યારે વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસરને એક પત્ર પાઠવી અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં કરેલ કાર્યવાહીનો સમગ્ર અહેવાલ સાત દિવસમાં અત્રેની કચેરીએ રજુ કરવા આદેશો કરતા સમગ્ર મામલામાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમજ તત્કાલીન ચીફ ઓફિસર ફરતે ગાળિયો વધુ કસાતો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં દાહોદ નગરપાલિકામાં ઉચ્ચ કક્ષાએથી વિવિધ એજન્સીઓ ધામા નાખી સમગ્ર મામલામાં તલસ્પર્શી તપાસ કરવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળે છે.

error: Content is protected !!