-
ચોરીના આરોપના કેદીનો ઝાલોદની સબ જેલ માં આપઘાત
-
આત્મહત્યા કરનાર ચોરીનો આરોપી છ મહિના પૂર્વે ઝાલોદની ગામડી ચોકડી પર ચોરી કરવા જતાં પકડાયો હતો
ઝાલોદની સબજેલમાં સોમવાર ની રાતે 2 વાગ્યા ના સુમારે ચોરીના આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ઝાલોદના ગામડી ચોકડી નજીકના મકાનમાં ગત તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ ત્રણ જેટલા ચોર ચોરી કરવા માટે ભરાયા હતા.આ અંગેની જાણ રહીશોને થતાં રહીશો એ એક ચોરને ઝડપી અને પોલીસને હવાલે કર્યો હતો તો અન્ય બે શખસોને ભાગી છૂટવામાં સફળતા મળી હતી.