Thursday, 21/11/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના લીમડીમાં સાત મહિના અગાઉ એક મહિલાને ફેસબુક પર મિત્ર બનાવી ગિફ્ટ આપવાના બહાને પાંચ લાખ ઉપરાંતની ઠગાઈના કેસમાં નાઈજિરિયન યુવક તેમજ યુવતી મુંબઈથી ઝડપાયા 

ઝાલોદ તાલુકાના લીમડીમાં સાત મહિના અગાઉ એક મહિલાને ફેસબુક પર મિત્ર બનાવી ગિફ્ટ આપવાના બહાને પાંચ લાખ ઉપરાંતની ઠગાઈના કેસમાં નાઈજિરિયન યુવક તેમજ યુવતી મુંબઈથી ઝડપાયા 

જીગ્નેશ બારીયા :-  દાહોદ 

ઝાલોદ તાલુકાના લીમડીમાં સાત મહિના અગાઉ એક મહિલાને ફેસબુક પર મિત્ર બનાવી આપવાના બહાને પાંચ લાખ ઉપરાંતની ઠગાઈના કેસનો ભેદ ઉકેલાયો: નાઈજિરિયન યુવક તેમજ મુંબઈની યુવતી મળી બે વ્યક્તિઓ ઝડપાયા

દાહોદ તા.૨૨

લગભગ સાતેક માસ પહેલા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક મહિલાને તેના ફેસબુર એકાઉન્ટ ઉપર બે વ્યક્તિઓએ મિત્રતા કરી ગીફ્ટ આપવાની લાલચ આપી હતી અને જુદા જુદા સમયે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂા.૫,૪૨,૦૯૯ રૂપીયા પડાવી લઈ ઓનલાઈન ઠગાઈ કર્યાની ફરિયાદ મહિલાએ લીમડી પોલીસ મથકે નોંધાવી હતી. આ બાદ દાહોદ જિલ્લાની તમામ પોલીસે ટેકનીકલ એનાલીસીસ ના માધ્યમથી આ કેસ ઉપર સ્પેશીયલ વોચ ગોઠવી ધ્યાન કેન્દ્રીત કરતાં આખરે ૦૭ માસ બાદ આ કેસના મુખ્ય આરોપીઓ એક મહિલા સહિત બે જણાને મુંબઈથી ધરપકડ કરી દાહોદ ખાતે લઈ આવવામાં આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલ મહિલા મુંબઈની છે અને તેનો સાગરીત અન્ય દેશ એટલે કે, નાઈઝીરીયાનો છે. પોલીસે આ બંન્ને જણાને કસ્ટડીમાં લઈ સઘન પુછપરછનો ધમધમાટ આરંભ કર્યાે છે ત્યારે પુછપરછમાં અન્ય છેતરપીંડીના ગુન્હાઓનો પણ ભેદ બહાર આવી શકે છે.

ગત તા.૩૧.૦૮.૨૦૨૦ના રોજ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતી શર્મિલાબેન કેતનકુમાર દવે દ્વારા નોંધાવેલ ફરિયાદના આધારે બે અજાણી વ્યક્તિઓ દ્વારા શર્મિલાબેનના ફેસબુક એકાઉન્ટ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેઓને પોતાની મન ઘડત વાતો તેમજ લોભામણી વાતોમાં ફસાવી ગીફ્ટ આપવાની લાલચ આપી હતી અને શર્મિલાબેન પણ આ ગીફ્ટની લાલચમાં આવી ગયાં હતાં. સમયે જુદા જુદા સમયગાળા દરમ્યાન શર્મિલાબેનને અજાણી ફેસબુક ફ્રેન્ડ દ્વારા અલગ અલગ ખાતામાં અલગ અલગ સમયે કુલ રૂા.૫,૪૨,૦૯૯ ની માતબર રકમ પડાવી લીધી હતી અને ત્યાર બાદ કોઈ ગીફ્ટ ન મોકલતાં અને શર્મિલાબેન પોતે છેતરાયા હોવાનું અનુભવ થતાં પરિવાર સાથે તેઓ લીમડી પોલીસ મથકે જઈ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને ભુતકાળમાં પણ દાહોદ જિલ્લામાં આવા અનેક બનાવો બન્યા હોવાના રેકોર્ડાેની તલસ્પર્શી તપાસનો ધમધમાટ દાહોદ જિલ્લા પોલીસ ટીમે આરંભ કર્યાે હતો. આ તપાસમાં પોલીસે ટેકનીકલ એનાલીસીસની મદદ સહિત અન્ય તપાસો પણ હાથ ધરી હતી અને મળેલ બાતમીના આધારે આ કેસમાં સંડોવાયેલ મુંબઈની મહિલા હેયો મીયંગ અને નાઈઝીરીયાનો પ્રિન્સ ઈફેની મન્ડુકસાઈ નામના આ બંન્ને વ્યક્તિઓને દાહોદ એલ.સી.બી.પોલીસે મુંબઈ ખાતેથી ધરપકડ કરી દાહોદ લઈ આવ્યાં હતાં.

દાહોદ લાવતાંની સાથે જ આ બંન્ને વ્યક્તિઓના કોરોના રિપોર્ટાે સહિત મેડીકલ ચેકઅપ પણ હાથ ધરવામાં આવ્યાં હત. જાણવા મળ્યા અનુસાર આ બંન્નેના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે ત્યારે આ બંન્ને વ્યક્તિઓને હાલ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે અને ત્યાં સઘન પુછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે જાે પોલીસ દ્વારા આ બંન્નેની સઘન પુરછપરછ કરવામાં આવે તો આ લોકો દ્વારા બીજા કેટલા લોકોને પોતાના કારનામાથી નિશાન બનાવ્યાં હશે? તેવી અનેક હકીકતો બહાર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.

——————————

error: Content is protected !!