દાહોદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે 15 નવા કેસોનો ઉમેરો:એક અઠવાડિયામાં કોરોના 86 કેસો નોંધાયા..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત ત્રીજા દિવસે વધારો નોંધાયો

  • દાહોદ જિલ્લામાં આજે વધુ 15 કેસોનો ઉમેરો

  • એક અઠવાડિયામાં કોરોનાના કુલ 86 કેસો નોંધાયા

દાહોદ તા.૨૧

Contents

દાહોદ જિલ્લામાં વધું ૧૫ કોરોના દર્દીઓના સમાવેશ સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૯૫૭ને પાર થઈ ચુંક્યો છે ત્યારે એક્ટીવ કેસની સંખ્યા વધીને ૯૨ પર પહોંચી ગઈ છે.

આર.ટી.પી.સી.આર.ના ૩૩૧ પૈકી આજે ૧૫ કેસો કોરોના પોઝીટીવ સામે આવ્યાં છે. આ ૧૫ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી જ ૦૭ કેસનો સમાવેશ થાય છે ત્યારે દાહોદ ગ્રામ્યમાંથી ૦૨, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૪ અને સીંગવડમાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વધું બે દર્દીના મૃત્યુ સાથે જિલ્લામાં કુલ મૃત્યું આંક ૧૦૨ ને પાર કરી ચુંક્યો છે.

Share This Article