Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો: કોરોના સંક્રમણના વધુ ૧૪ કેસો સામે આવતા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ ચિંતિત

દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો: કોરોના સંક્રમણના વધુ ૧૪ કેસો સામે આવતા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ ચિંતિત

   જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો નોંધાયો
  •  દાહોદ જિલ્લામાં આજરોજ શુક્રવારના 14 કેસો નોંધાતા ચકચાર
  •  ઝાલોદ પંથકમાં સૌથી વધારે 9 કેસો નોંધાતા ખળભળાટ
  •  આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર ચિંતિત કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં સેનેટાઈઝ સહિતની કામગીરી પૂરજોશમાં 

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લામાં આજે ૧૪ કોરોના દર્દીઓના વધુ સમાવેશ સાથેે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૯૪૨ ને પાર થઈ ચુક્યો છે. બીજી તરફ એક્ટીવ કેસની સંખ્યા પણ વધીને ૮૪ ને પાર થઈ ગઈ છે.

દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન વધતાં કોરોના સંક્રમણને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે જિલ્લામાં હવે દર રવિવારે વાણિજ્ય, વ્યવસાય વિગેરે બંધ રાખવાના નિર્ણય સાથે આગામી હોળીના તહેવારને અનુલક્ષીને હોળીના તહેવારોમાં જિલ્લામાં ભરાતા મેળાઓ પર પણ પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. બીજી તરફ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પણ જિલ્લાભરમાં આરોગ્ય લક્ષી કામગીરીનો પણ આરંભ કરી દીધો છે ત્યારે આજે ૧૪ કોરોના દર્દીઓનો વધુ સમાવેશ થયો છે. આ ૧૪ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૯, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૩ અને લીમખેડામાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. આજે પાંચ દર્દીઓને સારૂ થતાં હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે ત્યારે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વધતાં કોરોના સંક્રણના પ્રકોપને પગલે જિલ્લાવાસીઓમાં ફફડાટ પણ ફેલાયો છે. જિલ્લાભરમાં માસ્ક, સેનેટરાઈઝર અને સોશીયડલ ડિસ્ટન્સનું પાલન કરવા તંત્ર જાહેર જનતાને અપીલ પણ કરી રહી છે.

error: Content is protected !!