ઝાલોદ તાલુકાના લીમડીની વિધાર્થીનીએ દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યું:પી.એચ.ડી.માં “ સર્વિસ ક્વોલીટી એન્ડ કસ્ટમર સેટીફીકેશન ઈન ગોલ્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી એન ઈમ્પીરીસલ સ્ટડી”ની પદવી મેળવી….

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા :-દાહોદ 

દાહોદ તા.૧૬

Contents

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતી કુ.સુરભી સોનીએ પી.એચ.ડી.માં “ સર્વિસ ક્વોલીટી એન્ડ કસ્ટમર સેટીફીકેશન ઈન ગોલ્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી એન ઈમ્પીરીસલ સ્ટડી” ની પદવી મેળવતાં સમાજ,ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.

અનેક પ્રતિકૂળ અવરોધો પાર કરી સાધનાનો મજબૂત પાયો નખાય ત્યારે સિદ્ધિ હસ્તગત થતી હોય છે. આવી ઉચ્ચ સિદ્ધિના હકદાર ઝાલોદ તાલુકાના લીમડી ગામના નિવાસી કુ.સુરભિ સોનીના પિતા રાજેન્દ્રકુમાર સોની જેઓ સ્વયં એક સ્વર્ણકાર છે ત્યારે સાચા જાેહરી બની પોતાની પુત્રીની પ્રતિભા પારખીને પીએચ.ડી. કરવાની પ્રેરણા આપી હતી.સુરભી સોનીએ “ સર્વિસ ક્વોલીટી એન્ડ કસ્ટમર સેટીફીકેશન ઈન ગોલ્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી એન ઈમ્પીરીસલ સ્ટડી” જેવો કઠીન અને પડકાર રૂપ વિષય સ્વીકારીને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી મેળવી સ્વનામ ધન્ય કરીને સમગ્ર દાહોદ ક્ષેત્રને સુરભિત કર્યું છે. સાથે આ ઉપયોગી વિષયમાં શોધકાર્ય પૂર્ણ કરી એક સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવ્યું છે. આ સિદ્ધિ દ્વારા સમસ્ત સોની સમાજ અને લીમડી ગામને ગૌરવ પ્રદાન કર્યું છે.

——————————-

Share This Article