દાહોદમાં મહિલા હોમગાર્ડ સાથે મારામારી કરનાર કોન્સ્ટેબલની ધરપકડ કરવા હિન્દુ નિર્માણ દળ દ્વારા એસપીને લેખિતમાં રજૂઆત કરાઈ

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદમાં મહિલા હોમગાર્ડ સાથે મારામારી કરનાર કોન્સ્ટેબલની ધરપકડ કરવા એસપીને લેખિત રજૂઆત
  • હિન્દુ નિર્માણ દળ નામની સંસ્થાએ મહિલાને ન્યાય અપાવવા અવાજ ઉઠાવ્યો
  • મહિલા પર ફરિયાદ કરવાનુ ટાળવા અથવા નોકરી છોડવાનુ દબાણ કરાતુ હોવાનો ગંભીર આક્ષેપ

દાહોદ તા.12

દાહોદમાં બુધવારે સવારે મહિલા હોમગાર્ડ અને પોલીસ જવાન વચ્ચે પોલીસ મથકની સામે જ ઝપાઝપી થઇ હતી.આ કિસ્સામાં મહિલા હોમગાર્ડને ન્યાય અપાવવા માટે જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જેમાં પોલીસ જવાન સામે ગુનો નોંધવા માટે માંગ કરવામાં આવી છે.

 દાહોદમાં તારીખ 10 માર્ચના રોજ સવારે મહિલા હોમગાર્ડ દિપીકાબેન સાંસી શહેર પોલીસ મથકની પાસે અડીને આવેલા સરસ્વતી સર્કલ પર ટ્રાપિક ડ્યુટી કરી રહ્યા હતા.તે વેળાએ સિગ્નલ બંધ હોવા છતાં પોલીસ જવાન તખ્તસિંહે બાહિલા હોમગાર્ડે બાઇક પર આગળ જવાની કોશિષ કરતાં મહિલા હોમગાર્ડે તેમને રોકતાં મામલો બીચક્યો હતો.જેથી જવાને ગાળા ગાળી કરતાં મહિલા હોમગાર્ડે તેને લાફો ચોડી દેતાં મામલો ગરમાયેે હતો અને બંન્ને વચ્ચે ઝપાઝપી થતાં છેવટે શહેર પોલીસ મથકે મહિલા હોમગાર્ડે કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

 તેના બીજા દિવસ સુધી કોઇ કાર્યવાહી ન કરાતાં હવે મહિલા હોમગાર્ડને ન્યાય અપાવવા એક સંસ્થા આગળ આવી છે.જેમાં હિન્દુ નિર્માણ દળ દ્રારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જેમાં જણાવવામાં આવ્યુ છે કે મહિલા હોમગાર્ડ પર દબાણ કરવામાં આવે છે કે ફરિયાદ કરવાનુ ટાળો અથવા નોકરી છોડી દો.હાલમાં આ મહિલા જાયડસ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે ત્યારે જવાબદાર પોલીસ કર્મી તખતસિંહ છગનભાઇની ધરપકડ કરી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

Share This Article