સિંગવડ તાલુકામાં મહાશિવરાત્રીના દિવસે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સીંગવડ તા.11
સિંગવડ તાલુકામાં કોરોનાનો કહેર વધી જતા એને મહાશિવરાત્રીના દિવસે ભમરેચી માતાના મંદિરે દર્શનાર્થીઓની ભીડ હોવાના લીધે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામકશ્રી ની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ જિલ્લા આયુર્વેદ શાખા દાહોદના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું લુખાવાડા તેમજ
સરકારી હોમિયોપથી દવાખાના રંધીપુર દ્વારા શ્રી રત્નેશ્વર મહાદેવ ના મંદિર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં ગામડાઓમાંથી તથા ગામમાંથી આવતા ભક્તો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કોરોના પ્રતિરોધક અને કોરોના રિવર્સ સારવાર સંશમની વટી અમૃત પે ઉકાળો અને આર્સેનિકઆસમ 30 નો વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગામડાના તથા ગામના સર્વે ભકતો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર સંગીતા કે બોખાણી આયુર્વેદ મેડીકલ ઓફિસર તથા હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડોક્ટર ઉમેશ શાહ દ્વારા તપાસ કરવામાં આવી હતી જ્યારે બી વી પટેલ કમ્પાઉન્ડ લુખાવાડા તથા એસ બી પટેલ કમ્પાઉન્ડ કાલીયારાઈ ના સાથ સહકાર કરવામાં આવ્યું હતું.