Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ:દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યા

દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ:દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યા
જીગ્નેશ બારીયા :- દાહોદ 
દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ
દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યા
દાહોદ, લીમખેડા, ગરબાડા દેવગઢબારિયા લીમડી ઝાલોદ સિંગવાડ ફતેપુરા સહિતના પંથકમાં શિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરાઈ
 કોરોના મહામારી ને જોતા સંગમ પટેલ  શિવરાત્રીનો મેળો રદ કરાયો
 સિંધી સમાજ દ્વારા દર વર્ષે નીકળતી શોભાયાત્રા કોરોના મહાકાલી ને જોતા મોકૂફ રખાઈ 

દાહોદ તા.૦૯

દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ:દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યાજળના અધિષ્ઠતા અને સૃષ્ટિના સર્જનહાર દેવાધિદેવ મહાદેવ શિવજીની આરાધના કરવાનો આજે પાવન દિવસ એટલે મહાશીવરાત્રી. શીવરાત્રીની દાહોદ દાહોદ શહેરવાસીઓ ઉત્સાહ, ઉમંગ અને પુજા અર્ચના કરી ધામધુમથી ઉજવણી કરી હતી પરંતુ આ વખતે જાણવા

દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ:દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યામળ્યા અનુસાર, સંગમ કિનારે જે મેળો ભરાતો હતો જે મેળો રદ્દ કરવામાં આવ્યો હતો અને બીજી તરફ સિંધી સમાજ દ્વારા શિવજીની જે શોભાયાત્રા કાઢતાં હતા તે યાત્રા આ વખતે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શોભાયાત્રા મોકુફ રાખવામાં આવી હતી. આજ વહેલી સવારથી જ દાહોદના શિવાલયોમાં શીવભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી તો બીજી તરફ બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરજન્યયજ્ઞ યોજવામાં આવ્યો હતો.

આજ વહેલી સવારથી જ દાહોદ શહેરના શિવાલયો બમ, બમ, બોલેના નાદથી ગુંજી ઉઠ્યાં હતાં. શિવભક્તો દ્વારા મંદિરમાં પુજા, અર્ચના કરી શિવજીની રીઝવવાનો પ્રયત્ન કર્યાે હતાં. શહેરના મંદિરોને ભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યાં હતાં. શહેરના મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયાં હતાં. મંદિરોમાં મહાયજ્ઞ, શિવ મહીમન  સ્ત્રોતના પાઠ ભજન, ર્કિતન અને બમ,બમ ભોલેના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યાં હતાં જ્યારે બીજી તરફ દાહોદના દેસાઈવાડ ગોવર્ધન ચોકમાં બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરજન્યયજ્ઞ યોજવામાં આવ્યો હતો પરંતુ સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ગોદી રોડથી નીકળતી શિવજીની શોભાયાત્રા આ વખતે પ્રવર્તમાન સંજાેગોના કારણે આ શોભાયાત્રા મોકુફ રાખવામાં આવ્યો હતો તેવીજ રીતે પરંપરાગત સંગમ કિનારે યોજાતો મેળો પણ રદ્દ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ મંદિરોથી લઈ વિસ્તારોમાં ભોગ, ઠંડાઈ બનાવી ભક્તોને પ્રસાદરૂપે પીરસવામાં પણ આવ્યાં હતાં.

દે.બારીયા પંથકના તમામ શિવાલયો શણગારાયા

દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ:દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યારાહુલ મહેતા :- દે. બારીયા 

દે.બારિયા નગરના શિવરાત્રી નિમિતે માન સરોવર ઉપર આવેલ પૌરાણિક તેવા પાતાળેશ્વર મહાદેવ ના મંદિર ઉપર ભક્તોની ભારે ભીડ જામી હતી.બમ બમ ભોલેના નાદ સાથે ભક્તજનોએ શિવ મંદિરમાં અબીલ ગુલાલ તેમજ બીલીપત્ર સહિત જળ તેમજ દૂધ ચડાવી જાણે ધન્યતા અનુભવી હોય તેમ દ્વારા ભાંગનો પ્રસાદનો પણ લાભ લીધો હતો.વહેલી સવારથી શિવ મંદિરે યજ્ઞ મહારથી જેવા અનેક કાર્યક્રમો યોજાયા નગરના બળિયાદેવના મંદિરે પણ મસ્ત જવાની ભારે ભીડ જોવા મળી હતી.બળિયાદેવના મંદિર શિવભક્તો દ્વારા ફરાળ તેમજ ભાંગ પીરસી હતી. આમ નગર જાણે ભક્તિમય બન્યું હોય તેમ જોવા મળ્યો હતો.

ફતેપુરા તાલુકામાં શિવરાત્રીના તહેવારને લઈને મંદિરમાં ભારે ભીડ:બમ બમ ભોલેના નાદ સાથે મંદિરો ગૂંજી ઊઠ્યા

દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ:દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યાવિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરામાં આજરોજ મહાશિવરાત્રી તહેવાર હોવાના કારણે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.ફતેપુરા મુકામે આવેલ કામેશ્વર મહાદેવ મંદિર તથા ફતેપુરા થી બે કિલોમીટર દૂર વડવાસ મુકામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહાશિવરાત્રી નિમિત્તે ભોળાનાથની રીઝવવા માટે ભક્તો દ્વારા મંદિરોમાં શિવલિંગ ઉપર જલાઅભિષેક દુધાઅભિષેક તેમજ બિલીપત્રો ચડાવતા જોવા મળ્યાં હતા આખું વાતાવરણ શિવમય બની ગયેલું જોવા મળ્યું હતુ.

 ગરબાડા તાલુકાના દેવધા વર્ષોથી ભરાતો મેળો મોકૂફ રખાયો: શિવ દર્શન રાખી સામાન્ય ઉજવણી કરાઈ 

દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ:દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યાવનરાજ ભુરીયા :- ગરબાડા 

ગરબાડા તાલુકાના દેવધા ગામે શિવ મંદિર ખાતે દર વર્ષે મહાશિરાત્રિના દિવસે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ દેવધા ગામે શિવરાત્રીના મેળામાં હજારો શ્રધ્ધાળુ ઓ ભાગ લે છે.અને દર્શન કરવા માટે છેક મધ્ય પ્રદેશથી પણ મોટી સંખ્યામાં શિવ ભક્તોની હાજરી જોવા મળે છે.જો કે આ વખતે કોરોના કાળના કારણે મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી.ફક્ત શિવ દર્શન કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.જેથી આ વખતે મેળો ના હોવાના કારણે લોકોની સંખ્યા ઓછી જોવા મળી હતી.

 સંજેલી તેમજ ઝાલોદમાં શિવરાત્રિના પાવન પર્વે વિવિધ કાર્યક્રમો યોજાયા 

દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ:દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યા

 કપિલ સાધુ :- સંજેલી /દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ 

સંજેલીના નેનકી ગામે પરંપરા મુજબ આ વર્ષે પણ શિવરાત્રી નો મેળો ભરાયો હતો.સંજેલી તાલુકામાં વિવિધ સ્થળો ઉપર મહાદેવમાં મંદિરે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે પિછોડા ગામે આવેલ મહાદેવ મંદિરે હવન અને ભજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ત્યારે આરોગ્ય ની ટીમ પણ હાજર રહી આરોગ્ય લક્ષી કામગીરી કરી હતી.

દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ:દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યા ઝાલોદ શહેરમાં આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ઝાલોદ શહેરના માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામા કોઈ પણ પ્રકારની ખંડના ન બંને તેનાં જ્યાંરૂપે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

 સંતરામપુર નગરમાં મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ 

દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ:દાહોદના શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યાઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર નગરમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.સંતરામપુર નગરમાં મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પર્વે મંદિરને ડેકોરેશન સજવવામાં આવેલું હતું.સવારથી શિવજીની પૂજા કરવા માટે અને દર્શન કરવા માટે ભાલે ભક્તોને ભારે ધસારો જોવા મળ્યો હતો. બ્રહ્મસમાજ દ્વારા સંતરામપુર નગરમાં શિવજી ભગવાનની પાલખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમસ્ત બ્રાહ્મણ સમાજે ધંધા-રોજગાર બંધ પાડી ને વડીલો યુવાનો તમામ આ શોભાયાત્રામાં જોડાયા હતા.આ શોભાયાત્રામાં દરેક જગ્યાએ તેમનું આવકાર અને સ્વાગત કરવામાં આવેલું હતું.સ્વામિનારાયણ જુના મંદિર પાસે પાલકીનું ભગવાન શિવજીની ફૂલોથી તેનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવેલું હતું હર હર મહાદેવ સંતરામપુર નગર ગુંજી ઉઠ્યું હતું.મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બ્રહ્મ સમાજ માં ખુશીની લહેર જોવા મળી હતી કોરાની મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઈન મુજબ પાલન કરવામાં આવેલ હતું.

લીમડી : શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભોલે ભક્તો ઉમટી પડ્યા

 સોરભ ગેલોત / સુમિત વણઝારા :- લીમડી 

મહા શિવરાત્રી પર્વ નિમિતે લીમડી નગરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.લીમડીમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભોલેના ભક્તો મંદિરે દર્શન કરવા વહેલી સવાર થી ઉમટ્યા હતા. તેમજ પંથકના નાના-મોટા બધા જ શિવાલયોને અદભુત રીતે શણગારવામાં આવ્યા હતા

error: Content is protected !!