જીગ્નેશ બારીયા :- દાહોદ
ગરબાડા નઢેલાવ ગામે વોટ ન આપવાના મુદ્દે હારેલા ઉમેદવારના સમર્થકો દ્વારા સશસ્ત્ર ધિંગાણું:બે મહિલા સહિત આઠને ઈજા
દાહોદ, તા.૪
વોટ ન આપવાના મુદ્દે ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે હારેલા ઉમેદવારની ચઢામણીથી તેના ૧૪ જેટલા સમર્થકોના સશસ્ત્ર ટોળાએ મચાવે ધિંગાણામાં લાકડીઓ છુટથી ઉછળતા બે મહિલા સહિત આઠ જણાને ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર નઢેલાવ ગામના ખેમચંદ માલુભાઈ મિનામા અને તેમના ઘરના માણસો પોતાના ગામના નિલેશ કાળુભાઈ ભાભોર, અવલભાઈ નબળાભાઈ પરમાર રાજેશભાઈ બરીંગ માનસીંગભાઈ ભાભોર, ધનાભાઈ છગનભાઈ પરમાર, સોબનભાઈ માનાભાઈ પરમાર, છગનભાઈ કેશીયાભાઈ બીલવાળ, સુરેશ જાેખાભાઈ ભાભોર, જશવંત સોબાનભાઈ પરમાર, અલ્વીન ધનાભાઈ પરમાર, કલ્પેશ વરસીંગભાઈ ભાભોર તથા હીતેશ જુભાઈ ભાભોર વગેરેએ ભેગા મળી એક સંપ કરી પોતાનો ઈરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી બનાવી લાકડી, પાવડો, તીરકામઠી જેવા મારક હથિયારો સામે ખેમચંદ માલુભાઈ મિનામા ઘરે આવી બેફામ ગાળો બોલી નિલેશ કાળુભાઈ ભાભોરે કહેલ કે જાે તમોએ ચુંટણીમા મને વોટ આપ્યો હોત તો હું જીતી જતો તેમ કહી સાથેના માણસોને ઉશ્કેરણી કરી આ લોકોને મારો તેમને ગામમાં રહેવા દેવાના નથી અને આજે જીવતા છોડવાના નથી. તેમ કહેતા ટોળાએ ઉશ્કેરાઈ લાકડી, તીરકામઠીનો છુટથી ઉપયોગ કરતા જવસીંગભાઈને તથા જશવંતભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી. તેમજ અજીતભાઈ, લાલુભાઈ, રમીલાબેન અને વેલાબેનને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી તેમજ જાનથી મારી નાખવાવની ધાકધમકીઓ આપી હતી.
આ સંબધે નઢેલાવ ગામના ખેમચંદભાઈ માલુભાઈ મિનામાએ નોંધાવેલ ફરીયાદને આધારે જેસાવાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યાવહી હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.