Sunday, 24/11/2024
Dark Mode

ભારતમાલા સડક પરિયોજના વિરોધમાં ઝાલોદ તાલુકાના 14 ગામના મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી…

ભારતમાલા સડક પરિયોજના વિરોધમાં ઝાલોદ તાલુકાના 14 ગામના મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર

  • ભારતમાળા પરિયોજના સડક પરિયોજનાના વિરોધમાં ઝાલોદ તાલુકાના ૧૪ ગામોનાં મતદારો કરશે ચૂંટણીનો બહિષ્કાર

દાહોદ તા.૨૭

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં નેશનલ કોરીડોર ના વિરોધમાં આ ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના ખેડુતો દ્વારા આ વખતની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારતાં જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આજે સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની ચુંટણીઓનું મતદાન થનાર છે. આ છેલ્લી ઘડીએ ઝાલોદ તાલુકાના ૧૪ જેટલા ગામોના ખેડુતો દ્વારા આ ચુંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારતાં સોપો પડી જવા પામ્યો છે. મતદાનનથી વંચિત રહેવાનું મુખ્ય કારણ એ છે કે, આ ઝાલોદ તાલુકાના ૧૪ જેટલા ગામોમાંથી પસાર થતો નેશનલ કોરિડોર મામલે અગાઉ પણ આ ૧૪ ગામનો ખેડુતો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ આજદિન સુધી તેનું કોઈ ખેડુતોના હિતમાં સરકાર દ્વારા નિર્ણય કરવામાં ન આવતાં અહીંના સ્થાનીક ખેડુતોમાં અક્રોશ ફાટી નિકળ્યો છે અને આ વખતની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાનથી વંચિત રહેવાની ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જાણવા મળ્યા અનુસાર, આ ઝાલોદ તાલુકાના ૧૪ ગામોના ખેડુતો દ્વારા સરકાર સામે અનેક આક્ષેપો પણ કર્યાં છે.

—————————–

error: Content is protected !!