Saturday, 12/07/2025
Dark Mode

દાહોદ કોરોના કાળમાં 11 માસથી બંધ પડેલી ગરીબ તેમજ મધ્યમવર્ગની “લાઈફલાઈન”ગણાતી “મેમુ ટ્રેન”આજથી પુનઃ શરૂ થઇ,સંપૂર્ણ રિઝર્વેશન ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધુ ભાડુ ચૂકવવું પડશે

દાહોદ કોરોના કાળમાં 11 માસથી બંધ પડેલી ગરીબ તેમજ મધ્યમવર્ગની “લાઈફલાઈન”ગણાતી “મેમુ ટ્રેન”આજથી પુનઃ શરૂ થઇ,સંપૂર્ણ રિઝર્વેશન ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધુ ભાડુ ચૂકવવું પડશે
  રાજેન્દ્ર શર્મા દાહોદ લાઈવ ડેસ્ક….
દાહોદ કોરોના કાળમાં 11 માસથી બંધ પડેલી ગરીબ તેમજ મધ્યમવર્ગની “લાઈફલાઈન”ગણાતી “મેમુ ટ્રેન”આજથી પુનઃ શરૂ થઇ
  • સંપૂર્ણ રિઝર્વેશન ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધુ ભાડુ ચૂકવવું પડશે
  • દાહોદ-રતલામ -ઉજ્જૈન તરફ જતા મુસાફરો ત્રણ અલગ અલગ ટિકિટ લઇ યાત્રા કરશે
  • મેમુ ટ્રેનમાં મુસાફરી કરવા માટે એક દિવસ પહેલાં રિઝર્વેશન કરાવવું પડશે

દાહોદ તા.27

કોરોના કાળમાં બંધ પડેલી ગરીબ તેમજ મધ્યમ વર્ગની લાઈફ લાઈન ગણાતી મેમુ ટ્રેન આખરે 11 માસ બાદ પુનઃ શરૂ થતા દાહોદ સહીત આસપાસના રાજ્યનોના સરહદી વિસ્તારોના લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. જોકે આ લોકલ ટ્રેનો નવા રૂપરંગ તેમજ નવા સમય સાથે આજથી શરૂ થવા પામી છે.ત્યારે આ ટ્રેનોમાં હવે સંપૂર્ણ રીતે આરક્ષિત હોવાથી મુસાફરોએ પોતાની ટિકિટ આરક્ષિત કરાવી મુસાફરી કરવા મળશે જેના માટે પહેલા કરાતા વધારે ભાડુ ચૂકવવું પડશે.
વધુ મળતી માહિતી મુજબ દાહોદ-રતલામ -ઉજ્જૈન તરફ જતા મુસાફરોને હવે 10 કિલોમીટરથી 30 કિલોમીટરનો મિનિમમ ભાડુ 10 રૂપિયાની જગ્યાએ 25 રૂપિયા ચૂકવવું પડશે તેમજ મેમુ ટ્રેનના સંચાલનથી અપડાઉન કરતા વેપારીઓ,નોકરિયાતો સહીતના લોકોને સુવિધા થશે જેના લીધે નાના અંતરની મુસાફરી કરતા લોકોને પણ ફાયદો થશે જોકે આ ટ્રેન ચાલુ કરવા માટે લાંબા સમયથી માંગણીઓ થઈ રહી હતી. જેના કારણે લોકો બસ મારફતે કે અન્ય વિકલ્પ મારફતે વધુ ભાડુ ચકવી મુસાફરી કરી રહ્યા હતા. દાહોદ થી રતલામની વચ્ચે તમામ સ્ટેશનો પર રોકાતી આ મેમુ ટ્રેન ને રેલવેતંત્રે મેલ એક્સપ્રેસનો દરજ્જો આપ્યો છે.આ મેમુ ટ્રેનનો ન્યુનત્તમ ભાડુ પહેલા 10 રૂપિયા હતું. જેમાં 15 રૂપિયા રિઝર્વેશનના ચાર્જનો ઉમેરો થતાં હવે ઓછામાં ઓછી 10 કિલોમીટરની યાત્રા કરવા માટે 25 રૂપિયા ચૂકવવા પડશે તેમ રેલ્વે તરફથી જાણવા મળેલ છે.

error: Content is protected !!