Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:ડમ્પીંગ યાર્ડ(વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ)માં નગરપાલિકાના ગોળ ગોળ જવાબો:ડમ્પીંગ યાર્ડના કામોના રેકોર્ડ (દસ્તાવેજો) માં ભારે ગોલમાલ…

દાહોદ:ડમ્પીંગ યાર્ડ(વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ)માં નગરપાલિકાના ગોળ ગોળ જવાબો:ડમ્પીંગ યાર્ડના કામોના રેકોર્ડ (દસ્તાવેજો) માં ભારે ગોલમાલ…

 દાહોદ લાઈવ ડેસ્ક….

દાહોદ તા.23

દાહોદ નગરપાલિકાના વહીવટમાં તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા ગેરરીતી આચરી સરકારી નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે. ચીફ ઓફિસર દવારા કરેલા ભ્રષ્ટાચારના કામોમાં રોજે રોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. જયારે હાલમાં જ પાલિકા દ્વારા અરજદાર દ્વારા માંગેલ બે અલગ અલગ માહિતીઓમાં પાલિકાએ પલ્ટી મારતા પાલિકામાં થયેલા અણધણ વહીવટનો ચિતાર પુરે છે. ત્યારે પાલિકાના વહીવટમાં હજી કેટલા ગોટાળા માર્યા છે. જે ખરેખર સૌ કોઈને વિચારવા લાયક વિષય બની જવા પામ્યો છે.

ઇન્દોર અમદાવાદ સ્થિત (વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ)ડમ્પીંગ યાર્ડ નામક યુનિટ અસ્તિત્વમાં જ નથી તેવો લેખિતમાં ખુલાસા બાદ પાલિકાએ ફેરવી તોળ્યું

દાહોદ:ડમ્પીંગ યાર્ડ(વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ)માં નગરપાલિકાના ગોળ ગોળ જવાબો:ડમ્પીંગ યાર્ડના કામોના રેકોર્ડ (દસ્તાવેજો) માં ભારે ગોલમાલ...

દાહોદ નગર પાલિકામાં થોડાક સમય પૂર્વે અરજદાર દ્વારા (વેસ્ટ પ્રોસેસીંગ યુનિટ ) ડમ્પિંગ યાર્ડ બાબતે માહિતી માંગી હતી. ત્યારબાદ દાહોદમાં આવો કોઈ ડમ્પિંગ યાર્ડ અસ્તિત્વમાં જ નથી તેવો લેખિતમાં જવાબ આપતાં જો કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.જોકે ત્યારબાદ નવેસરથી માંગેલ માહિતીમાં અધૂરી માહિતી આપતાં કોઈક ગોટાળો થયો હોવાની પ્રબળ શંકાઓ ઉત્પન્ન થઇ હતી.

ડમ્પીંગ યાર્ડનો બાંધકામ થયું પરંતુ યાર્ડના અંદર થયેલા બાંધકામના રેકોર્ડ ક્યાં? સળગતો સવાલ

દાહોદ:ડમ્પીંગ યાર્ડ(વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ)માં નગરપાલિકાના ગોળ ગોળ જવાબો:ડમ્પીંગ યાર્ડના કામોના રેકોર્ડ (દસ્તાવેજો) માં ભારે ગોલમાલ...દાહોદ નગરપાલિકાએ વેસ્ટ પ્રોસેસિંગ યુનિટમાં કમ્પાઉન્ડ, શેડ, સીસી વર્કનો કામ કરવામાં આવ્યો હતો, જોકે પાલિકા પાસે કમ્પાઉન્ડ વોલ, સીસી રોડ,ના વર્કના રેકોર્ડ નગરપાલિકા પાસે નિયમ પ્રમાણે ઉપલબ્ધ છે. પરંતુ ડમ્પિંગ યાર્ડ માં બનેલા શેડ,તારની વાડ, રોડ સિવાયનું સીસી વર્ક (મશીનરી માટે નું ફાઉન્ડેશન વર્ક )સહિતના કરેલા કામોનો પાલિકા પાસે કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી જે ખરેખર તપાસનો વિષય જવા પામ્યું છે.

ડમ્પીંગ યાર્ડમાં થયેલા કામો કયા હેડ હેઠળ થયાં તે તપાસનો વિષય:પાલિકા પાસે કરેલા કામોના ફોટોગ્રાફ, પરંતુ તેને લાગતા દસ્તાવેજોમાં ગોટાળા થયાં હોવાની આશંકાઓ

દાહોદ:ડમ્પીંગ યાર્ડ(વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ)માં નગરપાલિકાના ગોળ ગોળ જવાબો:ડમ્પીંગ યાર્ડના કામોના રેકોર્ડ (દસ્તાવેજો) માં ભારે ગોલમાલ...પાલિકા દ્વારા નિર્માણ પામેલા ડમ્પીંગ યાર્ડ (વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ)માં થયેલા તારની વાડ, રોડ સિવાયની સીસી કામો થયાં છે.અને પાલિકા પાસે તેના ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ છે.પરંતુ આ કામો ખરેખર ક્યાં હેડ હેઠળ થયાં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી જો ડમ્પીંગ યાર્ડનો બાંધકામ અન્ય હેડ હેઠળ થયુ હોય તો તે હેડ ના ક્યા અધિકારીને મેઝરમેન્ટ કરવાનો અધિકાર છે.?અને જો આ કામગીરી અંગે નો ઓડિટ રિપોર્ટ બન્યો હોય તો મેઝરમેન્ટ વગર ઓડિટ રિપોર્ટ બની શકે? આવા કેટલાય સળગતા પ્રશ્નો છે જેનો પાલીકાએ જવાબ આપવો રહ્યો જોકે મેઝરમેન્ટ વગર જ થયેલા કામોના પુરેપુરા ચુકવણા પણ થઇ ગયા તો ક્યા હિસાબે થયાં?તે વિચારવા જેવો વિષય બની જવા પામેલ છે. જે ખરેખર કૌભાંડ તરફ ઈશારા કરે છે. જોકે પાલિકામાં ખરેખર શું રંધાઈ રહ્યું છે.તે કલ્પના બહારનું છે.

નગરપાલિકાના હસ્તકના વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ (ડમ્પીંગ યાર્ડ ) માં ઘન કચરાના નિકાલ માટેના પ્રોસેસના 2019-20 ની માહિતી આપવામાં નગરપાલિકાના ઠાગાઠૈયા

નગરપાલિકાના હસ્તકના વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ (ડમ્પીંગ યાર્ડ ) માં કામો અંગેની અરજદાર દ્વારા માંગેલી માહિતીમાં પાલિકા દ્વારા 2017-2018  ની અધૂરી માહિતી આપી માહિતી આપી હતી. તેમજ 2019-20 માં ડમ્પીંગ યાર્ડમાં કરેલા કામોના હિસાબો આપવામાં નગરપાલિકા ઠાગાઠૈયા કરી રહી છે.તેમજ અધુરી માહિતી પૂરી પાડી આરટીઆઈ ને રફેદફે કરવાની ખેલ ખેલી રહી છે.

error: Content is protected !!