Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:રેલયાત્રીઓ તેમજ વેપારીઓ માટે સારા સમાચાર ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફલાઈન ગણાતી મેમુ ટ્રેન 27 મીથી નવા રૂપરંગ તેમજ નવા ટાઈમટેબલ સાથે શરૂ થશે

દાહોદ:રેલયાત્રીઓ તેમજ વેપારીઓ માટે સારા સમાચાર ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફલાઈન ગણાતી મેમુ ટ્રેન 27 મીથી નવા રૂપરંગ તેમજ નવા ટાઈમટેબલ સાથે શરૂ થશે

   જીગ્નેશ બારીયા :- દાહોદ

  • રેલયાત્રીઓ તેમજ વેપારીઓ માટે સારા સમાચાર
  • ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફલાઈન ગણાતી મેમુ ટ્રેન 27 મી થી નવા રૂપરંગ તેમજ નવા ટાઈમટેબલ સાથે શરૂ થશે
  • કોરોના કાળમાં 11 માસ બાદ ટ્રેન સેવા શરૂ થતાં મધ્યપ્રદેશ રાજસ્થાન, તેમજ ગુજરાત સહીતના સરહદી વિસ્તારોમાં આનંદની લાગણી છવાઈ
  • દાહોદના વેપાર ધંધાઓ પુનઃ વેગવંતા બનશે
  • વડોદરા દાહોદ, તેમજ દાહોદ રતલામ, દાહોદ ઉજ્જેન મેમુમાં રિઝર્વેશન કરાવી યાત્રા કરી શકાશે 

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાવાસીઓની જીવાદોરી સમાન દાહોદ – ઉજ્જૈન મેમુ ટ્રેન ૨૭મી ફેબ્રુઆરીના રોજથી દોડતી થઈ શકે છે પરંતુ ઔપચારિક રીતે હાલ એલાન કરવામાં આવ્યું નથી ત્યારે જાે આ ટ્રેન ફરી ચાલુ થશે તો મુસાફરોને હાલ ભોગવવી પડતી મુશ્કેલીમાં ઘણા અંશે રાહત મળી શકે તેમ છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, ઉજ્જૈન – દાહોદ મેમુ તેમજ દાહોદ – વડોદરા મેમુ પોતાના નવા રૂપ – રંગમાં તારીખ ૨૭.૦૨.૨૦૨૧થી પુનઃ શરૂ થઈ શકે છે. કોરોના વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉનમાં રેલ ગાડી પણ થંભી ગઈ હતી ત્યારે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે જીવાદોરી સમાન અને તે પણ ખાસ દાહોદ – પંચમહાલ – મહીસાગર – વડોદરા સહિતના મુસાફરો માટે લાઈફ લાઈન ગણાતી મેમુ ટ્રેનોના પૈડા પણ થંભી ગયા હતાં. કોરોના વૈશ્વિક મહામારી બાદ લાંબા સમય સુધી હાલ પણ આ ટ્રેનો ચાલુ થવા પામી નથી ત્યારે મુસાફરોને અવર જવરમાં હાલ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હવે જ્યારે આ મેમુ ટ્રેનો ફરી ચાલુ થઈ શકે છે તેવા સમાચાર જિલ્લાવાસીઓને મળતાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ મેમુ ટ્રેન આગામી આદેશો સુધી નવીન નંબરોથી તેમજ ગાડી પુરી રિઝર્વ રહશે. દાહોદ – વડોદરા મેમુ ટ્રેનના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ઉજ્જૈન થી સવારે ૫.૩૦ કલાકે ઉપડી ૦૬.૫૫ કલાકે નાગદા, નાગદાથી ૦૭.૧૦ કલાકે ઉપડી ૦૮.૧૦ કલાકે રતલામ પહોંચશે. રતલામથી ૦૮.૨૦ કલાક ઉપડી ૦૯.૧૫ કલાકે બામણી, ૧૦.૦૩ કલાકે મેઘનગર અને ૧૦.૪૫ કલાકે દાહોદ પહોંચશે. દાહોદથી મેમુ ટ્રેન સાંજે ૦૫.૨૫ કલાકે ઉપડી મેઘનગર, બામણિયા, રતલામ પહોંચી રતલામથી, નાગદા, ઉજ્જૈન પહોંચશે. ગાડીના સમયમાં ફેરફાર સંભવ હોઈ શકે છે.

————————————-

error: Content is protected !!