જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૨૧
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અને માર્ગદર્શનથી હાલની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં દાહોદ જિલ્લાની પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પક્ષમાંથી વિરૂધ્ધ જઈ પક્ષના ઉમેદવારની સામે અપક્ષ તથા અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવતાં શિસ્ત ભંગના પગલારૂપે ભાજપા પક્ષમાંથી ૨૩ જેટલા સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવાના દાહોદ જિલ્લા ભાજપનાના પ્રમુખ દ્વારા યાદી બહાર પાડવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સભ્યોને ટીકીટ ન મળતાં કોઈકે અપક્ષમાં તો કોઈ અન્ય પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી ભાજપાથી નિરાજગી દર્શાવી ભારે વિરોધ કર્યાે હતો. આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્ય સી.આર.પાટીલની સુચના અને માર્ગદર્શનથી જિલ્લાની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં પક્ષની શિસ્તથી વિરૂધ્ધ જઈ પક્ષના ઉમેદવારી સામે અપક્ષણ તથા અન્ય પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવતાં ૨૩ જેટલા સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે જેમાં દાહોદ ૧નગરપાલિકા વોર્ડ નંબર ૧માંથી યાદવ કેશરબેન સંજીવકુમારને ટીકીટ ન મળતાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે જેઓ ભાજપામાંથી પુર્વ શહેર મંત્રી રહી ચુક્યાં હતાં તેવી જ રીતે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ના પુર્વ કાઉન્સીલર કાઈદભાઈ મોઈજભાઈ ચુનાવાલાએ પક્ષ પલ્ટો કરી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર ૪માંથી પુર્વ કાઉન્સીલર અરવિંદકુમાર હરખચંદ ચૌપડાને પણ ટીકીટ ન મળતાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર પાંચના લઘુમતિ મોરચા જિલ્લા મહામંત્રી યુસુફભાઈ અબ્બાસભાઈ રાણાપુરવાલા કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. નગરપાલિકાના પુર્વ કાઉન્સીલર પુષ્પાબેન જીતેન્દ્રકુમાર ક્ષત્રિય, વોર્ડ નંબર ૬ના સ્વપનીલભાઈ વિરલકુમાર દેસાઈ જેઓ પુર્વ મહામંત્રી દાહોદ શહેરના રહી ચુક્યાં હતા જેઓને પણ ભાજપા પાર્ટીમાંથી ટીકીટ ન મળતાં તેઓએ પણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. આજ રીતે નગરપાલિકાના વોર્ડ નંબર ૭માંથી સતીષભાઈ હસમુખલાલ પરમાર (શહેર ઉપપ્રમુખ), લીલાબેન કાળુભાઈ વાખળા (પુર્વ શહેર મંત્રી), નીલેશભાઈ રાજેન્દ્રકુમાર પારેખ (શહેર યુવા મોરચા ઉપપ્રમુખ), વિદ્યાબેન ગીરીશકુમાર મોઢિયા (દાહોદ શહેર જી. મહિલા મોરચાના ઉપપ્રમુખ), રાજુભાઈ લાલાભાઈ પરમાર ( પુર્વ કાઉન્સીલ), તાલુકા પંચાયતના જવેસીના ગીતાબેન નરેન્દ્રકુમાર ડામોર (પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ, ફતેપુરા), જિલ્લા પંચાયત ઘુઘસના બાબુભાઈ નવલભાઈ પારગી, (પુર્વ એ.પી.એમ.સી.ચેરમેન) જેઓએ બીટીપીમાં જાેડાયા છે. તાલુકા પંચાયત કંથાગરના બાબુભાઈ તેરસીંગભાઈ મછાર (મંડલ કા.સભ્ય) જેઓ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા પંચાયત નિંદકાપુર્વના વનિતાબેન રયજીભાઈ ચંદાણા (પુર્વ ચેરમેન સામાજીક ન્યાય સમિતિ), તાલુકા પંચાયત સંજેલી – ૧ના કનુભાઈ પ્રતાપભાઈ હરીજન (મંડળ ઉપપ્રમુખ, સંજેલી), તાલુકા પંચાયત સુથારવાસાના રમેશભાઈ ગોમજીભાઈ નીનામા (સક્રિય કાર્યકર્તા) જેઓએ કોંગ્રેસમાં જાેડાયા છે. તાલુકા પંચાયત ગામડીના સુરેશભાઈ પુંજાભાઈ ભુરીયા (સક્રિય કાર્યકર્તા) જેઓએ અપક્ષમાં ઉભા રહ્યાં છે. જીલ્લા પંચાયત ખંગેલાના મેંદાલભાઈ તેરસીંઘભાઈ વડકીયા (સક્રિય કાર્યકર્તા) જેઓ પણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે અને જિલ્લા પંચાયત નવાનગરના કનુભાઈ સવલાભાઈ ભાભોર (સક્રિય કાર્યકર્તા, પુર્વ જિલ્લા પંચાયતના સભ્ય) આ ૨૩ સભ્યોને ભારતીય જનતા પાર્ટીમાંથી બરતરફ કરવાનો હુકમ દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઈ અમલીયાર દ્વારા કરવામાં આવ્યો હતો.