Thursday, 21/11/2024
Dark Mode

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે કાર્યવાહી… દાહોદમાં મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ ખાદ્યચીજો વેચનાર બે પેઢીને નિવાસી કલેક્ટરની કોર્ટે દંડ ફટકાર્યો

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે કાર્યવાહી… દાહોદમાં મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ ખાદ્યચીજો વેચનાર બે પેઢીને નિવાસી કલેક્ટરની કોર્ટે  દંડ ફટકાર્યો

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૯

 દાહોદ શહેરમાં બે અલગ અલગ પેઢીઓમાં ઘાણા પાવડર પેક અને ઠંડાપીણા જેવી વસ્તુઓ મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવતાં આ બે પેઢીઓ સામે દાહોદ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરતાં આ બંન્ને વેપારીઓને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતાં લોભીયા વેપારીઓમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી છે.

 મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફ્ટી ઓફિસર આશિષ કરાડીએ અનાજ માર્કેટ યાર્ડ, દાહોદ ખાતેથી મહારાજા ઘાણા પાવડર પેક નમુનો લઈ પૃથ્થકરણ માટે વડોદરા ખાતે ફુડ એનાલીસ્ટને મોકલેલ જે મિસ બ્રાન્ડેડ સાહીત થયો હતો. આ ખાદ્ય પદાર્થનો સંગ્રહ અને વેચાણ કરવા બદલ દાહોદની પેઢીને ૨૦૦૦ અને મધ્યપ્રદેશની ઉત્પાદક (બનાવનાર) ને ૨૫૦૦૦ નો દંડ વસુલાતનો હુકમ કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો અન્ય એક કેસમાં ગરબાડા તાલુકાના શિનનગરમાં એક પેઢી પાસેથી સોફ્ટ ડ્રીક્સ (ઠંડાપીણા)નો નમુનો લીધો હતો જે ફુડ એનાલીસ્ટ વડોદરા દ્વારા મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યોહતો જેમાં ગરબાડાની પેઢીને ૪૦૦૦ અને આણંદની ઉત્પાદક પેઢી લાજવાબ બપેવરેજીસને ૪૦,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો. આમ, કુલ બે કેસમાં કુલ ૭૧,૦૦૦ નો દંડ નિવાસી અધિક કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો.

———————

error: Content is protected !!