Friday, 22/11/2024
Dark Mode

સુખસરની ખાનગી પ્રાથમિક શાળામાં તિરંગાનું અપમાન થયું હોવાનો કંટ્રોલ રૂમમાં જાણ કરાતાં ખળભળાટ:પોલિસે શાળાની મુલાકાત લઇ તપાસ હાથ ધરી…

સુખસરની ખાનગી પ્રાથમિક શાળામાં તિરંગાનું અપમાન થયું હોવાનો કંટ્રોલ રૂમમાં જાણ કરાતાં ખળભળાટ:પોલિસે શાળાની મુલાકાત લઇ તપાસ હાથ ધરી…

 હિતેશ કલાલ :- સુખસર 

સુખસરની ખાનગી પ્રાથમિક શાળામાં તિરંગાનું અપમાન થયું હોવાનો કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ.ધ્વજ સ્તંભ સાથે પગથિયા પર મૂકી દેવાયેલો જોવા મળ્યો.સુખસર પોલીસે શાળાની મુલાકાત લઈ તપાસ હાથ ધરી.

 સુખસર તા.29

ફતેપુરા તાલુકાના સુખસરમાં એક ખાનગી પ્રાથમિક શાળામાં સ્તંભ પર ધ્વજ પણ લપેટાયેલો હાલતમાં પગથિયા પર પડયો હોવાની કંટ્રોલરૂમ દાહોદ જાણ કરાઈ હતી.જેને પગલે પોલીસે શાળાની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી.તિરંગાનું અપમાન થયું હોવાના મેસેજથી ખળભળાટ મચી જવા પામ્યો હતો.

 ફતેપુરા તાલુકાના સુખસર ની ખાનગી પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ત્યાર પછી ચાર દિવસ બાદ રાષ્ટ્રીય ધ્વજ સ્તંભ ઉપર લપેટાયેલો હાલતમાં શાળામાં જ પગથિયા પર મૂકી દેવાયો હોવાનું નજરે પડયું હતું.જેથી નજીકમાં રહેતા કુણાલભાઈ ભાભોરે તિરંગાનું અપમાન થયું હોવાથી દાહોદ જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.કંટ્રોલ દ્વારા સુખસર પોલીસને જાણ કરાઇ હતી.જેથી પોલીસ સ્ટાફ શાળા પર દોડી આવ્યો હતો.અને તપાસ કરતાં તિરંગો ધ્વજ સ્તંભ પર લપેટાયેલી હાલતમાં પગથિયા પર પડયો હોવાનું નજરે પડયું હતું. જેમાં આસપાસ પૂછપરછ કરતાં રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમ બાદ સાંજે બાળકોએ ધ્વજ સાથેનો સ્તંભ કાઢીને શાળામાં પગથિયા પર મૂકી દીધો હતો.અને છેલ્લા ચાર દિવસથી આ રીતે જ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટનાને લઇ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

error: Content is protected !!