શહેરના ઘાંચીવાડા વિસ્તારમાં બનેલી ઘટનામાં ત્રણેય બાળકો દાઝયા હતા. સવારના સમયમાં બનેલી ઘટનામાં ત્રણેય બાળકોના પિતા કલર કામ કરતા હોવાથી વહેલી સવારના સમયમાં કલર કામ પર જતા રહ્યા હતા.અને તેમની માતા બહાર શાકભાજી લેવા બહાર જતા ઘરમાં 6 વર્ષીય અરમાન પઠાણ, 4 વર્ષીય સારા પઠાણ તેમજ અઢી વર્ષીય આરફા પઠાણ મળી ત્રણેય બાળકો ઘરમાં એકલા હતા. અને આ બનાવ બનતા બે બાળકો દાઝી ગયા હતા.અને એક નો ચમત્કારીક બચાવ થયો હતો.જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક ત્રણેય બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઇ દોડ્યા હતા.