જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૨૦
દાહોદ શહેરમાં ચાર પક્ષીઓના ભેદી મોત થતાં બર્ડ ફ્લુની રાજ્યમાં દહેશત ને પગલે હરકતમાં આવેલ દાહોદ તંત્રે આ ચારેય મૃત પક્ષીઓનું પોસ્ટ મોર્ટમ કરી સેમ્પલને લઈ પૃથ્થકરણ માટે અમદાવાદ અને ઈન્દૌર મોકલી આપ્યાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં આજે ચાર પક્ષીઓ ના મોત થયા હોવાનું તંત્રને જાણ થતા જ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને બર્ડ ફ્લુ ની ખાતરી માટે પોસ્ટમોર્ટમ માટે ચાર પૈકી બે પક્ષીઓને અમદાવાદ થી ભોપાલ મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે અને બીજા બે પક્ષીઓને અમદાવાદ મોકલવામાં આવશે. આચાર્ય પક્ષીઓના પોસ્ટમોર્ટમ દાહોદ ખાતે કરવામાં આવ્યા હતા અને તેના સેમ્પલો અમદાવાદ અને ઇન્દોર રવાના કરવામાં આવ્યા છે ત્યારે હરકતમાં આવેલ દાહોદ જિલ્લા તંત્રે વધુ કેટલાક પક્ષીઓ ભેદી મોતને ભેટયા છે તેની તપાસ પણ હાથ ધર્યા છે.
વધુમાં જાણવા મળ્યા અનુસાર,ગુજરાત રાજ્યના કેટલાક વિભાગ સાથે જિલ્લાના પાડોશી રાજ્યના ઝાબુઆમાં પણ બર્ડ ફલુનો કેર જાેવા મળી રહ્યો છે ત્યારે આ મામલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પણ ગંભીર બન્યું છે. માટે દશ ટીમો બનાવીને દાહોદ જિલ્લામાં આવેલા મરઘા ફાર્મ હાઉસ અને તળાવો ઉપર યાયાવર પક્ષીઓ ઉપર નજર રાખી રહ્યું છે. પશુ પાલન વિભાગે વન વિભાગનો સંપર્ક સાધીને સંકલનમાં રહેવા જણાવ્યું છે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યુ હતુ કે, દાહોદ જિલ્લામાં ઘનિષ્ઠ મરઘા ઘટકના ચાર ફાર્મમાં ૬૦પ૪ અને અન્ય ૧૪ ફાર્મમા ૧૯ર૦૦ મરઘા છે. જિલ્લામાં અત્યાર સુધી કોઈ બર્ડફ્લુથી પક્ષી મરણની ઘટના સામે આવી નથી. આ ઉપરાંત ફાર્મ હાઉસો ઉપર કામ કરતા લોકોને શું કરવું, શું ન કરવું તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે.