Thursday, 21/11/2024
Dark Mode

દાહોદને વધુ એક ટ્રેનનો સ્ટોપેજ મળ્યો: સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી સ્પેશિયલ ટ્રેન દાહોદ રોકાણ કરશે

દાહોદને વધુ એક ટ્રેનનો સ્ટોપેજ મળ્યો: સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી સ્પેશિયલ ટ્રેન દાહોદ રોકાણ કરશે

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૭

તારીખ ૧૭મી જાન્યુઆરીના રોજ કેવડિયા નિઝામુદ્દીન સ્પેશિયલ ટ્રેનનો શુભારંભ વડાપ્રધાન મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કરવામાં આવનાર છે. આ સ્પેશિયલ ટ્રેનને દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પણ સ્ટોપેજ મળતાં જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે અને આ સાથે દાહોદ જિલ્લાવાસીઓને વધુ એક ટ્રેનો લાભ મળવાપાત્ર રહેશે.

દાહોદને વધુ એક ટ્રેનનો સ્ટોપેજ મળ્યો: સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી સ્પેશિયલ ટ્રેન દાહોદ રોકાણ કરશે

પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળમાં નવનિર્મિત કેવડિયા રેલ્વે સ્ટેશનના શુભારંભ અવરસર પર નિજામુદ્દીન થી કેવડિયા માટે સ્પેશિયલ ટ્રેનનું શુભારંભ વડાપ્રધાન મોદીના હસ્તે તારીખ ૧૭મી જાન્યુઆરીના રોજ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કરી લીલી ઝંડી આપવામાં આવશે. નિઝામુદ્દીન કેવડિયા સ્પેશિયલ ટ્રેન તારીખ ૧૭મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ નિઝામુદ્દીનથી ૧૧.૫૭ કલાકે ઉપડીને રતલામ મંડળના રતલામ ખાતે સાંજે ૦૭.૩૪ આવશે અને મીનીટોના રોકાણ બાદ ૦૭.૩૯ મીનીટે આ ગાડી ઉપડી દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રાત્રીના ૦૯.૦૯ વાગ્યે પ્રસ્થાન કરશે અને મીનીટોના રોકાણ બાદ આ ટ્રેન ૦૯.૧૧ મીનીટે ઉપડી વહેલી સવારના ૦૧.૧૫ કલાકે કેવડિયા રેલ્વે સ્ટેશન પહોંચશે. આ ઉદ્‌ઘાટન ટ્રેનને મથુરા, કોટા, રતલામ, દાહોદ, ગોધરા, વડોદરા તેમજ ડભોઈ રેલ્વે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવેલ છે. ગાડી નંબર ૦૯૧૪૫ કેવડિયા હજરત નિઝામુદ્દીન સ્પેશિયલ ટ્રેન ૨૦ જાન્યુઆરી ૨૦૨૧થી આગલા આદેશ સુધી કેવડિયાથી દર બુધવારે અને શુક્રવારે બપોરે ૦૩.૨૦ કલાકે ઉપડી રતલામ મંડળના દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે ૦૬.૫૩ આવશે અને ૦૬.૫૫ કલાકે ઉપડી રતલામ થઈ બીજા દિવસે ૦૫.૪૫ કલાકે હજરત નિઝામુદ્દીન પહોંચશે. આવી જ રીતેગાડી નંબર ૦૯૧૪૬ હજરત નિઝામુદ્દીન કેવડિયા સ્પેશિયલ ટ્રેન ૧૯ જાન્યુઆરી ૨૦૨૧થી આગલા આદેશ સુધી દર મંગળવાર અને ગુરૂવારે બપોરે ૦૧.૨૫ કલાકે ઉપડી રતલામ મંડળના રતલામ રેલ્વે સ્ટેશન ખાતે ૦૯.૩૦ કલાકે સ્ટોપ લેશે અને ૦૯.૩૫ કલાકે ઉપડી દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે ૧૦.૫૭ કલાકે સ્ટોપેજ લઈ મીનીટોના રોકાણ બાદ ૧૦.૫૯ કલાકે ઉપડી બીજા દિવસે ૦૩.૨૦ કલાકે કેવડિયા રેલ્વે સ્ટેશને પહોંચશે. આ ટ્રેન બંન્ને દિશાઓમાં મથુરા, કોટા, રતલામ, દાહોદ, ગોધરા તેમજ વડોદરા રેલ્વે સ્ટેશનો પર સ્ટોપેજ મળશે. આ ટ્રેનમાં એક સેકેન્ડ એસી, ત્રણ થર્ડ એસી, ૧૨ સ્લીપર અને ત્રણ સામાન્ય શ્રેણીના કોંચનો સમાવેશ કરવામાં આવેલ છે.

—————————–

error: Content is protected !!