દાહોદ શહેરમાં રહેતાં જુજરભાઈ રોજબરોજની માફક મેઘનગર પોતાના કામકામ અર્થે જવા રવાના થયા હતા. દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે તેઓ અવધ ટ્રેનમાં બેસી મેઘનગર જઈ રહ્યા હતાં ત્યારે મુસાફરી દરમ્યાન ટ્રેન અનાસ નદી ખાતે પહોંચી હતી અને આ દરમ્યાન જાણવા મળ્યા પ્રમાણે દરવાજા ઉપર ઉભેલા જુજરભાઈનો પગ લપસતાં જુજરભાઈ અનાસ નદીમાં પડ્યાં હતાં. જુજરભાઈ અનાસ નદીમાં પડતાંની સાથે જ ટ્રેનમાં બુમાબુમના દ્રશ્યો પણ સર્જાયા હતા અને નદીમાં પડતાંની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. નદીમાં પડતાંની સાથે જ જુજરભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનીક રેલ્વે પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયા હતાં. મૃતક જુજરભાઈના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ વાયુવેગે દાહોદ પંથકમાં ફેલાતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે બીજી તરફ સમાચાર જુજરભાઈના પરિવારજનોને પણ થતાં તેઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી અને આક્રંદનો માહોલ પણ સર્જાયો હતો.