Thursday, 03/04/2025
Dark Mode

દેવગઢબારિયા નગરમાં ગ્રાહકના બનીને આવેલા લૂંટારૂંએ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી થયો ફરાર:દીન દહાડે પનેલી લૂંટની ઘટનાથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

દેવગઢબારિયા નગરમાં ગ્રાહકના બનીને આવેલા લૂંટારૂંએ સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી થયો ફરાર:દીન દહાડે પનેલી લૂંટની ઘટનાથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દેવગઢબારિયા નગરમાં દિન દહાડે સોની ની દુકાન માં ગ્રાહક બની આવેલા એક લૂંટારૂ લૂંટ ચલાવી ફરાર,સોના ની દુકાન માં આવી સોનાના દાગીના લઇ લૂંટારું ફરારદિન દહાડે લૂંટનો બનાવ બનતા અન્ય વેપારીઓમાં ફફડાટ:પોલીસે સીસીટીવી તપાસવાનું હાથ ધર્યું

દાહોદ તા.29

દેવગઢબારિયા નગરના ટાવર વિસ્તારમાં આવેલ એક સોનાની ની દુકાન માં ગ્રાહક બનીને આવેલા લુટારુ એ દિન દહાડે સોનાના દાગીના લુટી લુટારો ફરાર પોલીસે તપાસ હાથ ધરી

        દેવગઢબારિયા નગરની મધ્યમાં આવેલ ટાવર શેરી વિસ્તારમાં રહેતા કિરીટભાઈ મનહરભાઈ સોનીની શ્રી મહાલક્ષ્મી સિલ્વર નામની સોના ની દુકાન આવેલ છે જે દુકાનમાં રોજ પ્રમાણે સવારે દુકાન ખોલી બેઠા હતા ત્યારે બપોરના એક વાગ્યાના અરસામાં એક ઊંચો સરખો સફેદ કપડાં પહેરીને એક ઈસમ દુકાન માં આવેલ જે હિન્દી ભાષામાં બોલતો હતો અને તેણે વીંટી જોવા માંગતા વીંટી બતાવેલ ત્યારે વીટી ની ખરીદી કર્યા પછી આ અજાણ્યા ઇસમે સોનાની ચેન તેમજ બુટ્ટી જોવા માંગતા તે બતાવેલ જ્યારે આ અજાણ્યો ઈસમ આસપાસ જોઈ ટેબલ પર મૂકેલ સોનાની ત્રણ ચેન તેમજ ૩ જોડ બુટ્ટી હાથમાં પકડી દુકાનની બહાર ભાગવા લાગેલ ત્યારે દુકાન દાર કિરીટભાઈ કઈ સમજી શકે તે પહેલાં આયોજન પૂર્વક લૂંટ કરવા આવેલ ઈસમ અગાઉથી અન્ય એક ઈસમ બાઈક લઈને ઉભો હતો તેની પાછળ બેસી ગયેલ અને બંને ઈસમો બાઇક લઇને નાસી ગયેલ ત્યારે દુકાનદાર બૂમાબૂમ કરતાં આસપાસના અન્ય લોકો દોડી આવેલ ત્યારે આ દુકાન ચાલુ કર્યા ને હજી ગણતરીના દિવસો થયા હતા જેમાં સીસીટીવી પણ લગાવેલ ન હોવાથી લૂંટારો અગાઉ રેકી કરી આસપાસની દુકાનોમાં પણ તેને સીસીટીવી છે કે નહીં તેની પણ રેકી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે આ દુકાન માં દિન-દહાડે લૂંટ થઈ હોવાની વાત વાયુવેગે નગરમાં પ્રસરતા અન્ય દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે ત્યારે આ દુકાન ઉપર અનેક લોકો એકત્ર થઇ ગયા હતા ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી દુકાન માલિક ની પૂછ પરછ કરી લુંટ કરનાર ઇસમ નુ વર્ણન જાણી તાત્કાલીક નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી ત્યારે મોડી સાંજ સુધી આ બનાવ અંગે કોઈ ફરિયાદ દાખલ થઇ ન હતી ત્યારે દિન-દહાડે થયેલી લૂંટ એ પોલીસ ને લૂંટારૂ જાણે પડકાર ફેક્યો હોઈ તેમ લૂંટારુંઓ એ કડકડતી ઠંડીમાં પોલીસ ને જાણે સણ સણ તો તમાચો માર્યો હોઈ તેમ આ લુંટ પર થી જોવાઇ રહ્યુ છે

error: Content is protected !!