દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે વીજ કરંટ લાગતા કપિરાજનું સારવાર દરમિયાન મોત

Editor Dahod Live
1 Min Read

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.20

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે ચાલુ વીજ વાયરના કરંટથી એક કપિરાજ ગંભીર રીતે ઘાયલ થતા તેને પશુ હોસ્પિટલ ખાતે લઇ જવાતા આ કપિરાજનું સારવાર દરમિયાન મોત નિપજયાનું જાણવા મળે છે.

આજરોજ સવારના સમયે દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર આવેલ બુનિયાદી સ્કૂલ પાસે એક કપિરાજને વીજ કરંટ લાગતા સ્થળ પર જ આ કવિરાજ ઘાયલ થઈ પડી ગયો હતો.આ ઘટનાની જાણ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દાહોદના થતાં તાબડતોડ તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ કપિરાજને નજીકના પશુ દવાખાને લઈ જવામાં આવ્યો હતો પશુ દવાખાના તબીબો દ્વારા આ કપિરાજ નું તાત્કાલિક સારવાર હાથ ધરી હતી જાણવા મળ્યા પ્રમાણે ગંભીર ઇજાગ્રસ્ત આ કપિરાજ નું મોત નિપજ્યું છે.

Share This Article