Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ:આગામી 31 મી ડિસેમ્બરને ધ્યાને લઇ દાહોદ પોલિસ દ્વારા સરહદો પર ચુસ્તપણે ચેકિંગ હાથ ધરાયું

દાહોદ:આગામી 31 મી ડિસેમ્બરને ધ્યાને લઇ દાહોદ પોલિસ દ્વારા સરહદો પર ચુસ્તપણે ચેકિંગ હાથ ધરાયું

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૭

મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરની વચ્ચે આવેલ દાહોદ જિલ્લાની પોલીસ દ્વારા આ બંન્ને સરહદો પર છેલ્લા બે – ત્રણ દિવસથી ઘનિષ્ઠ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ૩૧ ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં દારૂબંધીનો કાયદો અને વ્યવસ્થા સચવાય રહે તેવા હેતુસર દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વાહનોની પણ ભારે ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે.

દાહોદ:આગામી 31 મી ડિસેમ્બરને ધ્યાને લઇ દાહોદ પોલિસ દ્વારા સરહદો પર ચુસ્તપણે ચેકિંગ હાથ ધરાયુંથર્ટી ફસ્ટની પાર્ટીમાં બુટલેગરો અને વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો પણ સક્રિય બન્યા છે અને બુટલેગરો દ્વારા રોકડી કરી લેવાના ઈરાદે દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં ઠાલવવાના પ્રયાસોમાં પણ લાગી રહી છે. દાહોદ જિલ્લા મારફતે ગુજરાતમાં દારૂ પહોંચાડવાના બનાવો પણ ભુતકાળમાં સામે આવ્યા છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા હાલ આ બંન્ને સરહદો પર બાજ નજર રાખી પોલીસ કાફલો પણ તૈનાત કરી દીધો છે. નાતાલ અને ૩૧ ડિસેમ્બરને હવે ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે. ખાસ કરીને ૩૧ ડિસેમ્બરના રોજ થર્ટી ફસ્ટની

દાહોદ:આગામી 31 મી ડિસેમ્બરને ધ્યાને લઇ દાહોદ પોલિસ દ્વારા સરહદો પર ચુસ્તપણે ચેકિંગ હાથ ધરાયુંપાર્ટીને ધામધુમથી ઉજવણી કરવા હાલ દાહોદ જિલ્લાવાસીઓ પણ થનગની રહ્યા છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીના કાયદાને સુપેરૂ સુવ્યવસ્થિ અમલ થઈ રહે તેવા હેતુસર દાહોદ જિલ્લા પોલીસ હાલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર ખાસ નજર રાખી રહી છે. ખાસ કરીને હાલના સમયમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો ઉર પોલીસ લગામ કસી રહી છે. ગુજરાતમાં ખાસ કરીને દાહોદ જિલ્લામાંથી જ વિદેશી દારૂની અવર જવર થતી હોય છે. કારણ કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાન દાહોદ જિલ્લાની બંન્ને સરહદી વિસ્તારો છે. આમેય ભુતકાળમાં પોલીસ દ્વારા આ બંન્ને સરહદો ઉપરથી લાખ્ખોની કિંમતમાં વિદેશી દારૂનો જથ્થો અવાર નવાર પકડી પાડતી હોય છે.

—–

error: Content is protected !!