રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….
દાહોદ તા.04
દાહોદમાં એક વેપારી તેમજ અન્ય એક યુવકના મર્ડર કેસમાં આજીવન કારાવાસની સજા દરમિયાન પેરોલ જમ્પ કરી મધ્યપ્રદેશના રતલામમાં ત્રિપલ મર્ડર સહિત ચાર લોકોની હત્યાનો માસ્ટરમાઈન્ડ દિલીપ દેવળ આજરોજ રતલામ જિલ્લાના ખાચરોદ ખાતે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.ત્યારે આ ઍનકાઉન્ટર’માં 5 જેટલાં પોલીસકર્મીઓ પણ ઘાયલ હોવાનું જાણવા મળેલ છે.
વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના ખરેડી ગામનો રહેવાસી અને દાહોદ જિલ્લામાં બે હત્યાના ગુનામાં થયેલ સજા દરમિયાન બે વર્ષ પૂર્વે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. છેલ્લા બે વર્ષથી દાહોદ સહિત અન્ય તપાસ એજન્સીઓ આ કુખ્યાત ગુનેગારને શોધી રહી હતી. પેરોલ જમ્પ કરી ભાગેલો દિલીપ દેવળ મધ્યપ્રદેશના રતલામમાં પોતાના એક પરિચિત વ્યક્તિ નો લાભ લઇ છેલ્લા બે વર્ષથી રતલામમાં વસવાટ કરી રહ્યો હતો આ બે વર્ષ દરમિયાન દિલીપ દેવળે ટૂંક સમય પહેલા પોતાના સાગરીતોની મદદથી એક મહિલાની લૂંટના ઇરાદે હત્યા કરી હતી. જેની

દિલીપ દેવળનો ફાઈલ ફોટો
ખાચરોદ માર્ગ નજીક ક્યાંક જઈ રહ્યો છે. બાતમી મળતાં એસપી ગૌરવ તિવારીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઘેરાબંધી કરી હતી.જ્યારે દિલીપે પોલીસ દળ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ જવાબમાં ફાયરિંગ કર્યું હતું, જેના કારણે દિલીપ ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો.દિલીપ દ્વારા પણ પોલિસ પર ફાયર કરવામાં આવ્યો હતો.જેમાં બે સબ ઈન્સ્પેક્ટર આયુબ ખાન અને અનુરાગ યાદવ અને અન્ય ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.