
હિતેશ કલાલ :- સુખસર
ફતેપુરા લીંમડીયા ગામે પથ્થરની ખાણમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર,ગળા પર અને કપાળના ભાગે ઈજાના નિશાન જણાયા,ફતેપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીપત્ની પિયર જતી રહેતા દારૂની લતે ચડયો હતો.
સુખસર તા.03
ફતેપુરાના લીમડીયા ગામના એક યુવકની બુધવારના રોજ પથ્થરની ખાણમાંથી લાશ મળી આવી હતી.જેમાં તપાસ દરમિયાન ગામનો જ હોવાનું જણાવ્યું હતું.ફતેપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફતેપુરા લીંબડીયા ગામ ના માનજી ભાઈ જોતી ભાઈ ગરાસીયા બુધવારના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા તે દરમિયાન ગામના એક ઈસમ સામે આવીને જણાવ્યું હતું કે ગામમાં પથ્થરની ખાણમાં એક ઇસમની લાશ પડી છે ચાલો આપણે જોવા જઈએ તેમ જાણ થતાં માનજીભાઇ ગામના આગેવાનોને સાથે લઈને લીમડીયા ગામે આવેલી ખાણ પર ગયા હતા ત્યાં ખાણ માં લાશ પડેલી જોવા મળી હતી સદર લાશ માનજીભાઈ એ જોતા તેમને તેમનો ભાઈ લાલસીંગ ભાઈ હોવાનું માલુમ પડ્યું હતું. લાશને બહાર પાડતાં ગળામાં તેમજ કપાળના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા લોહી પણ નીકળતું હોવાનું જોવા મળતા અનેક શંકાઓ જન્મી હતી તેમજ લાલસીંગ ની પત્ની પાંચેક વર્ષથી બાળકો સાથે પિયરમાં રહેતી હોવાથી લાલસીંગ દારૂની લતે ચડ્યો હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું હતું જેથી માનજી ભાઈ એ ફતેપુરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.