ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના જાંબુડી ફળિયા ખાતે દેવ દિવાળી અને સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં આદિવાસી સમાજમાં દેવ દિવાળીના તહેવારનુ અનેરૂ મહત્વ હોય છે.આ દિવસે સમાજના પિતૃદેવો સમાજમાં નિમિત માણસો ખત્રી રૂપે હાજર થાય છે.તેવી માન્યતા છે.અને પોતાના કુટુંબ પરિવારને આશીર્વાદ આપે છે.અને પરિવાર સાથે મળે છે.તથા આ દિવસે સમાજના લોકો ભેગા મળીને પિતૃ દેવો ને મરઘા બકરાનો બલી અને દારૂની ધાર આપવાનો તેમજ ખત્રીને વ્યસનો ધરાવવામાં આવે છે. જેમાં ગામના શિક્ષિત અને સમજદાર લોકો એ દેવદિવાળી પર્વ નિમિત્તે સામાજિક પરિવર્તન લાવવા પહેલ કરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના જાંબુડી ફળિયાના ગ્રામજનો દ્વારા અનોખી રીતે દેવદિવાળીની ઉજવણી કરવામાં આવી.’પ્રગતિ માટે પરિવર્તન જરૂરી છે’આ કહેવતને સાર્થક કરતા આદિવાસી સમાજમાં દરેક ગામે, ફળિયે-ફળિયે આ દિવસે પિતૃઓને બલી અને વ્યસન આપવામાં આવે છે. જેથી જાંબુડીના ગ્રામજનોએ પિતૃદેવો ની માફી માંગી પરંપરાગત સદીઓથી ચાલી આવતી બલી આપવાની (મરઘા બકરા ની હત્યા કરવાની)આ પ્રથાને સદંતર માટે બંધ કરી સમાજ માટે ઉદાહરણ રૂપ શરૂઆત કરવામાં આવી. તમામ ગ્રામજનોએ આ કાર્યને સહર્ષ સ્વીકારી મંજૂરી આપી હતી.આ ઉપરાંત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.અને સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં ઉપસ્થિત તમામ માતા-પિતાઓનું પોતાના દીકરા-દીકરીઓ દ્વારા પૂજા કરી તેમના આશીર્વાદ લેવા માં આવ્યા. તથા ગામના જેટલા પણ ભાઈઓ વચ્ચે મતભેદ,નાના-મોટા
ઝઘડા,અબોલા હતા તે તમામને સમાજની વચ્ચે સમાધાન કરી મેળ કરાવવામાં આવ્યો હતો.અને જે લોકો એ વ્યસન છોડ્યું તેમનું પણ સમાજના વડીલો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અને સમાજના દરેક માણસોએ નવા વર્ષે વ્યસન અને ફેશન માંથી મુક્ત થવાનો શુભ સંકલ્પ કરવામાં આવ્યો હતો.અને સાથે-સાથે સમાજમાં નવી પેઢીએ શિક્ષણ અને સંસ્કાર આપવાનો શુભ સંકલ્પ કરવામાં આવ્યો. તેમજ આગામી સમયમાં ગામના તમામ બાળકોને ફરજિયાત ગામની સરકારી શાળામાં અભ્યાસ કરે અને એક પણ બાળક ખાનગી શાળામાં ન મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ ઉપરાંત એક બચત મંડળની રચના કરવામાં આવી. જેમાં નબળા અને કોઈ ધંધો કરવાની ઈચ્છા ધરાવતા લોકોને નજીવા વ્યાજે રૂપિયા આપીને આગળ લાવવાનું આયોજન કરવામાં આવ્યું.દેવ દિવાળી નિમિત્તે કરવામાં આવેલ કાર્યક્રમ અને ઉજવણીમાં આશરે ૨૫ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો આ તમામ ખર્ચ ગ્રામજનોના દાન સહયોગથી કરવામાં આવ્યો હતો. જેમાં મંડપનો ખર્ચ દિનેશભાઈ કટારા, ટેન્કરનો ખર્ચ સુરસીંગભાઈ કટારા, સામાન હેરાફેરીનો ખર્ચ શિશુભાઈ કટારા,ભોજન ખર્ચ રાકેશભાઈ કટારા તેમજ માઈક સાઉન્ડની વ્યવસ્થા પ્રકાશભાઈ કટારા તરફથી પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત આગામી સમયમાં સમાજના ઉત્થાન માટે શું કરી શકાય, સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા જેવી બાબતોનું માળી મહારાજ, ચંપક મહારાજ તથા ગામના શિક્ષક શંકરભાઈ કટારા દ્વારા પ્રવચન અને ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના પાલન તથા સેનેટરાઈઝર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.Jhalod માં ACB ની રેડ l તલાટી 5000 લેતા ઝડપાયો l #jhalodnews l Acb Trap
Dahod Live views 17 hours ago
તેરા તુજકો અર્પણ લાખોનું માલ માલિકોને પરત આપતી દાહોદ પોલીસ l #DahodLive l Dahod News
Dahod Live views 20/12/2025 22:49
ગરબાડામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ,ફૂડ વિભાગની સરપ્રાઈઝ ચેકીંગ Garbada News l #Reels
Dahod Live views 20/12/2025 22:15
ઝાલોદની છાત્રાલયમાં યુવકનું અચાનક મોત થતા ખળભળાટ l jhalod News l #viralnews
Dahod Live views 19/12/2025 15:59
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં
હિતેશ કલાલ @ સુખસર સુખસરમાં કાર ચાલુ
હિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લા માં
હિતેશ કલાલ @ સુખસર સાગડાપાડા પ્રાથમિક શાળામાં
હિતેશ કલાલ @ સુખસર પોલીસ મથક પર