યુએસ ઈલેક્શન… ભારે સસ્પેંસ બાદ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડને આખરે જીત હાસિલ કરી,જો બાઈડન અમેરિકાના 46 માં રાષ્ટ્રપતિ બનશે

Editor Dahod Live
1 Min Read

 દાહોદ લાઈવ ડેસ્ક….

દાહોદ તા.07

યુએસ ઈલેક્શનમાં આખરે સસ્પેંસનો અંત આવ્યો છે.રિપબ્લિક પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પને તમામ મોરચે  ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડને જલવંત વિજય હાસિલ કર્યો છે.છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલી રહેલા ઈલેક્શનના વિવાદમાં ટ્રમ્પએ ઇલેક્શનમાં ગડબડીની ફરિયાદ કરી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા હતા. જોકે યુએસના તમામ રાજ્યોમાં બાઈડને સરસાઈ મેળવતા તેમનો આખરે વિજય થયો છે.

ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાયડન અમેરિકાના 46 માં રાષ્ટ્રપતિ બનશે . 77 વર્ષના બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર સૌથી મોટી ઉંમરની વ્યક્તિ છે . NYT મુજબ પેન્સિલવેનિયામાં જીત સાથે તેઓએ બહુમતી માટે જરૂરી ઈલેક્ટોરલ વોટ મેળવી લીધા છે . જોકે હજુ પાંચ રાજ્યમાં કાઉન્ટિંગ ચાલું છે . બાઈડન પાસે 273 ઈલેક્ટોરલ વોટ થઈ ગયા છે . રાષ્ટ્રપતિ બનવા માટે 270 નો આંકડો જોઈએ . કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બનશે .

Share This Article