રાજેન્દ્ર શર્મા @ દાહોદ
દાહોદ જિલ્લામાં કોરોનથી મૃત્યુ થયાનું પ્રથમ કેસ નોંધાયો:ડાયાબિટીસની સારવાર કરાવવા ગયેલા શહેરના 57 વર્ષીય આધેડનું ત્રણ દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયું,પરિવારમાં માતમ છવાયું
દાહોદ તા.01
દાહોદમાં ત્રણ દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવેલા 57 વર્ષીય આધેડનું મોત નિપજ્યા હોવાની સત્તાવાર માહિતી મળવા પામેલછે. વધુ મળતી માહિતી પ્રમાણે વડોદરામાં સૂચિબદ્ધ દાહોદના રહેવાસી એવા ૫૭ વર્ષીય આધેડ વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.
દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષીય રસિદભાઈ એસ.ગરબાડાવાળા ગત તારીખ ૨૩મી જૂનના રોજ ડાયાબિટીસની સારવાર માટે વડોદરા મુકામે ગયા હતા. સારવાર કરાવતા પહેલા આ રસીદભાઇના કોરોનાના સૅમ્પલો લેવામાં આવ્યા હતા.ત્યારબાદ રસિદભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સ્પદંન હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા હતા.અને છેલ્લા એકાદ દિવસથી તેમની મૃત્યુના સમાચારો વહેતા થવા પામ્યા હતા. જોકે રશીદભાઈ ગરબાડાવાળાનું ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાની આજરોજ સત્તાવાર જાહેરાત કરાઈ હતી.