ફતેપુરા:રાષ્ટ્રિય એકતા દિને સુખસરના રાવળના વરુણા ગામના આદિવાસી નેતા દ્વારા ઘર પર કાળો ધ્વજ ફરકાવતા પોલીસ જાપ્તો ગોઠવાયો

Editor Dahod Live
1 Min Read

  હિતેશ કલાલ :- સુખસર  

રાષ્ટ્રિય એકતા દિને આદિવાસી નેતા દ્વારા ઘર પર કાળો ધ્વજ ફરકાવતા પોલીસ જાપ્તો ગોઠવાયો.31 ઓક્ટોબરે કાળો દિવસ મનાવવાના સૂચનો કર્યા હતા.

સુખસર.તા.31

 31 ઓક્ટોબર રાષ્ટ્રિય એકતા દિન અંતર્ગત કેટલાક આદિવાસી સમાજ દ્વારા કાળો દિવસ મનાવવાની સૂચનો કર્યા હતા.જેમાં સુખસર નજીક રાવલના વરુણા ખાતે આદિવાસી નેતા દ્વારા પોતાના ઘર પર કાળો ધ્વજ ફરકાવતા પોલીસ જાપ્તો ગોઠવવામાં આવ્યો હતો.

    કેવડિયામાં બનાવાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઇ  વિસ્તારના કેટલાક આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રગટ થઈ રહ્યો છે તેમજ 31 ઓક્ટોબર રાષ્ટ્રિય એકતા દિન ને બ્લેક ડે મનાવવા પણ સૂચનો થયા હતા તેમજ સ્ટેચ્યુ ઓફ

ડિસ્પ્લેસમેન્ટ આ બાબતે પણ કેટલાક આદિવાસી સમાજ દ્વારા માંગ કરાઈ રહી છે જેમાં દાહોદ જિલ્લાના સુખસર નજીક આવેલા રાવલ ના વરુણા ગામે આદિવાસી નેતા રાજુભાઈ દ્વારા પોતાના ઘર ઉપર કાળો ધ્વજ ફરકાવી કાળો દિવસ મનાવાયો હતો. જેને લઇને સુખસર પી એસ આઇ એસ એન બારીયા સહિત સ્ટાફ દ્વારા રાજુભાઈને નજરકેદ કર્યા હતા અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કેવડિયા ખાતે વડાપ્રધાન નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જાપ્તો સમાપ્ત કરાયો હતો.

Share This Article