Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં કોરોનાએ પુન:માથું ઉંચકયું:વીતેલા ચોવીસ કલાકમાં સાગમટે 45 નવા કેસો નોંધાતા હાહાકાર…

દાહોદમાં કોરોનાએ પુન:માથું ઉંચકયું:વીતેલા ચોવીસ કલાકમાં સાગમટે 45 નવા કેસો નોંધાતા હાહાકાર…
  રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…..
દાહોદ જિલ્લામાં કોરોનાએ માથું ઉંચકતા ફફડાટ ફેલાયો, કેટલા ૨૪ કલાકમાં એકસાથે  માટે 45 કેસો દાખલ થતાં ખળભળાટ,દાહોદ શહેરના 26,દાહોદ રૂરલના બે,ઝાલોદમાં 8 માંથી 6,એક પીપલોદ,એક કતવારા, મધ્ય પ્રદેશના થાન્દલાનો એક તેમજ રાજસ્થાનના કુશલગઢના એક દર્દીના સમાવેશ સાથે એક દિવસમાં કોરોનાએ 45 કેસોનો રેકોર્ડ નોંધાયો,શહેર સહીત જિલ્લામાં ફફડાટ ફેલાયો 

દાહોદ તા.18

દાહોદ જિલ્લામાં પુનઃ કોરોનાએ માથું ઉંચકતા ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.વીતેલા 24 કલાકમાં દાહોદ જિલ્લામાં 45 કોરોના પોઝીટીવ કેસો દાખલ કરાતા હાહાકાર મચી જવા પામ્યો છે.તેમજ કોરોના કાળમાં સાગમટે 45 એક્ટિવ કેસોના દાખલ થવાનો રેકોર્ડ સરકારી દફતરે નોંધાયો છે..ત્યારે દાહોદના અન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.જોકે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગની છેલ્લા ચાર માસના અથાગ પરિશ્રમના લીધે મહદદંશે કાબુમાં આવેલા કોરોનાના કેસોમાં એક દિવસમાં સાગમટે દાખલ થયેલા 45 એક્ટિવ કેસોએ પાણી ફેરવી દીધું છે.ત્યારે અને આવનારા સમયમાં આ મહામારી કઈ દિશામાં જશે તેની કલ્પના માત્રથી ધ્રુજારી આવી જાય છે.

સમગ્ર વિશ્વ સહીત ભારતભરમાં કોરોનાની બીજી લેયરના સ્વરૂપમાં કોરોના મહામારીમાં વધારો જોવા મળતા કેટલીક જગ્યાએતો ફરીથી લોકડાઉન લાદવાની માંગણીઓ પણ ઉઠવા પામી છે.જાન્યુઆરીથી ભારતમાં આવેલા કોરોના અત્યારસુધીમાં લાખો લોકોને પોતાના અજગરી ભરડામાં લઇ લેતા કેટલાય લોકોના જીવ આ ભયાનક મહામારીના કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે.જોકે છેલ્લા બે ત્રણ માસમાં કોરોનાના કેસોમાં મહત્તમ ઘટાડો જોવા મળતા ભારતમાંથી કોરોના હવે વિદાઈ લઇ લેશે તેવા અણસાર જોવાઈ રહ્યા હતા.જોકે વિશ્વ સહીત ભારતભરની નામાંકિત સંસ્થાનોએ શિયાળામાં કોરોના વધુ વકરશે તેવી ચેતવણી સાથે આગાહી પર કરી હતી.જે બાદ જ્યાં સુધી વેક્સીન ના મળે ત્યાં સુધી સામાજિક અંતર, માસ્ક તેમજ સૅનેટાઇઝર જ દવા જે તેમ કહેવાઈ રહ્યું છે.ત્યારે દાહોદ જિલ્લામાં પણ એક્ટિવ કેસોમાં સતત ઘટાડો જોવા મળતા જિલ્લા સમાહર્તા વિજય ખરાડીએ જરૂરી સાવચેતી તેમજ કોરોનાની ગાઈડલાઈનના પાલનની સૂચના સાથે છૂટછાટ આપી હતી.ત્યારબાદ એક્ટિવ કેસોના સતત ઘટાડાને જોઈ હવે તો દાહોદમાંથી કોરોના વિદાઈ લઇ લેશે તેમ માની જિલ્લાવાસીઓ બેફિકરાઈ પૂર્વક તહેવારોની ઉજવણીમાં જોતરાઈ ગયા હતા.જેના પરિણામ સ્વરૂપ જ્યાં દિવાળી પહેલા એક સમયે 45 એક્ટિવ કેસો અત્રેનાના લીધે કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા તેની જગ્યાએ. દિવાળીના તહેવાર દરમિયાન કરેલ લાપરવાહીના લીધે વીતેલા ચોવીસ કલાકમાં એકલા ઝાયડસ હોસ્પિટલમાં 45,એલ.ડી. હોસ્પિટલમાં ત્રણ તેમજ લબાના હોસ્પિટલમાં 2 કોરોનાના શંકાસ્પદ કેસો દાખલ કરવામાં હતા. જેમાંથી ઝાયડસના 41,એલ.ડી. હોસ્પિટલમાં 2, તેમજ લબાના હોસ્પિટલમાં બે મળી એક દિવસમાં 45 કોરોના સંક્રમિત કેસો સરકારી ચોપડે નોંધાયાના ધડાકા સાથે હાહાકાર મચી જવા પામ્યો છે.ત્યારે બીજી તરફ વહીવટી તંત્રમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા કડકરીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ જિલ્લાવાર સોની લાપરવાહી તેમજ શિયાળાની ઋતુને જોતા દાહોદ જિલ્લામાં આગામી સમયમાં કોરોના મહામારી વધુ વકરશે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

error: Content is protected !!