Friday, 18/10/2024
Dark Mode

દાહોદ:પરણિતા મહિલા અને કુંવારા યુવક વચ્ચે ફેસબુક પર પ્રેમ થતાં ઘરેથી ભાગી છુટતા મામલો પોલીસ મથકે પહોંચ્યો:પ્રેમી પંખીડાને પોલીસ મથકે લવાતા લોકટોળાં જામ્યા

દાહોદ:પરણિતા મહિલા અને કુંવારા યુવક વચ્ચે ફેસબુક પર પ્રેમ થતાં ઘરેથી ભાગી છુટતા મામલો પોલીસ મથકે પહોંચ્યો:પ્રેમી પંખીડાને પોલીસ મથકે લવાતા લોકટોળાં જામ્યા

 હિતેશ કલાલ @ સુખસર 

પરણિતા અને કુંવારા યુવક વચ્ચે ફેસબુક પર પ્રેમ થતાં ભાગી છુટ્યા:મામલો પોલીસ મથકે પહોંચ્યો,ફતેપુરાના હિન્દોલીયાનો યુવક અને સુરત ની પરણિતા,બંને પ્રેમી પંખીડાઓને સુખસર પોલીસ મથકે લવાયા.

સુખસર તા.29

ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગામનો એક યુવક સુરત ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો જેને સુરતની એક પરણિત મહિલા જોડે ફેસબુક પર કોન્ટેક્ટ થતાં પ્રેમસંબંધ બાદ બંને જણા હિંન્ડોલિયા આવી ગયા હતા.જેની જાણ મહિલાના પરિવારજનોને થતાં સુખસર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બંને પ્રેમી પંખીડાઓને સુખસર પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી
   સુરતની પરિણીત મહિલાના પતિએ સુખસર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ ના જણાવ્યાનુસાર સુરતની પરણિતા ઉંમર ૩૯ (૧૮ વર્ષના પુત્રની માતા) ને ફતેપુરા તાલુકાના હિન્દોલીયા ગામના કુવારા યુવક સાથે ફેસબુક પર કોન્ટેક્ટ થયો હતો અને પ્રેમ સંબંધ બંધાયો હતો જેમાં કુંવારો યુવક પરણિત મહિલાને ૩૧ મેના રોજ સુરતથી પટાવી ફોસલાવી તેના ઘર હિન્દોલીયા લઈ આવ્યો હતો જે બાબતની જાણ મહિલાના પરિવારજનોને થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.અને સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ સોમવારના રોજ સુખસર પોલીસ મથકે અપહરણ કરનાર યુવક સામે તેમજ પત્નીનો કબજો મેળવવા માટે લેખિતમાં ફરિયાદ આપી હતી. જેમાં સુખસર પોલીસ દ્વારા હિન્દોલીયાથી બંને પ્રેમી પંખીડાઓને  પકડી લાવી પોલીસ મથકે લાવ્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી. આ ઘટનાને લઇ પ્રેમી પંખીડાઓને જોવા પોલીસ મથકે લોક ટોળાં ઉમટ્યા હતા.

error: Content is protected !!